• સેવાકીય તથા જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી

મુળ જસદણના વતની અને હાલ રાજકોટના સ્થાયી થયેલા, રાજકોટ જીલ્લા ભાજપ આઈ.ટી. સેલના પ્રચાર-પ્રસારનાં ઈન્ચાર્જ અને ભાજપા સહયોગી સંગઠનના ઉપાધ્યક્ષ, શાસનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અહિંસા ક્રાંતિ દૈનિક ન્યુઝના ઓલ ઈન્ડિયાના બ્યુરો ચીફ અને જૈન સોશ્યલ એકિટવીટી કલબના ઉપપ્રમુખ, અબોલ જીવોની વેદનાને વાચા આપતા એવા જીવદયા પ્રેમી, ગૌરક્ષક કેતનભાઈ સંઘવીનો તા.૨૫, જુલાઈ, સોમવારે ૩૫ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખૂબ બહોળો મિત્રવર્તુળ ધરાવતા કેતનભાઈ સંઘવી રાજકોટ શહેરની અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓમાં સક્રિયતાથી જોડાયેલા છે સામાજીક ક્ષેત્રે અગ્રેસર રહી કેતનભાઈએ નાની વયે ખૂબ સારી એવી લોકચાહના હાંસલ કરી છે.

કેતનભાઈ સંઘવી સેવાકીય ક્ષેત્રે જીવદયા, માનવસેવા, વૈયાવચ્ચ જેવા અનેક કાર્યોમાં રૂચી ધરાવે છે, કેતનભાઈ તેમની પુરી ટીમ દ્વારા અને દાતા પરીવારના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીનાં દિવસોમાં રાજકોટના કે.કે.વી હોલ પાસે ૨ મહિનાથી પણ વધારે ૨૦ હજાર લીટરથી પણ વધારે છાશનું વિનામુલ્યે વિતરણ કરે છે. જરૂરીયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ આવા અનેક કાર્યો સાથી ટીમના સથવારે કરે છે.

કેતનભાઈ પોતાના જન્મદિનને નિમીત બનાવીને રાજકોટ શહેરમાં ૨ હજારથી પણ વધારે નિઃશુલ્ક મોગરો, તુલસી, આસોપાલવ, મીઠો લીમડો, ચમેલી વિગેરે વૃક્ષોના રોપાનું વિતરણ તથા ચકલીના પાણી પીવાના કુંડા—માળાનું તા.૨૫, જુલાઈ, સોમવારે સવારે ૭-૩૦ થી ૮-૩૦ કલાક સુધી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીની સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે કરવામાં આવશે. કેતનભાઈનાં જન્મદિવસ નિમીતે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા તથા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી તેમજ રાજકોટ જીલ્લા ભાજપ અને વિવિધ સામાજીક સંસ્થા, જૈન વિઝન ગ્રુપના મિલનભાઈ કોઠારી, જૈન એલર્ટ ગ્રુપ, વિહાર સેવા ગ્રુપ, અજરામર એકિટવ એસોર્ટ જીવદયા ગ્રુપ તેમજ સંઘવી પરીવાર તેમજ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ તથા સમાજના જૈન શ્રેષ્ઠીઓ તરફથી કેતનભાઈ સંઘવીને મો.નં. ૭૭૭૮૯ ૫૨૪૪૮ ૫૨ શુભેચ્છાનો વરસાદ વરસી રહયો છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *