
- વૃક્ષારોપણ, જીવદયા પ્રવૃત્તિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી
સૌરાષ્ટ્રના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઈન, સદભાવના વૃધ્ધાશ્રમ, ગુફેશ્વર મહાદેવ ગૌશાળા, અસ્મીતા ફાઉન્ડેશન, મેપ ગ્રુપ સહીતની સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા યોગેશભાઈ પાંચાણી (પટેલ)નો આજે ૪૨ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત યોગેશભાઈ કોટનનાં ઉદ્યોગપતિ છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને તેના ઉછેરમાં નિમિત બનેલા દાનવીર યોગેશભાઈ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે પણ સેવા આપે છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટી આર્થિક સેલના અધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. દરરોજ કિડીયારૂ પૂરવું, માછલીઓને લોટની ગોળી નાંખવી, ગાયોને ઘાસ નાખવું, કબુતરોને ચણ નાંખવું સહિતની જીવદયા પ્રવૃત્તિઓ માટે અચૂક પણે રોજના ૩ કલાક ફાળવતા યોગેરાભાઈ હાલમાં જ કોરાનાની બિમારીને લઇને રાજકોટ શહેરની ભાગોળે બનાવવામાં આવેલા સદભાવના વૃધ્ધાશ્રમ સંચાલીત હંગામી સ્મશાન (વાગુદળ) માં પણ પોતાના જાનના જોખમે અને ચેપનો ડર રાખ્યા વગર સતત હાજર રહેલા અને અનેકો મૃતદેહોની ગરીમા પૂર્ણ અંતિમવિધીમાં, સંચાલનમાં નિમીત બન્યા હતા. યુ.એસ.એ માં યોજાતા ‘ચાલો ગુજરાત’– આયના સંસ્થાના એકઝીકયુટીવ કમિટીના સભ્ય તરીકે યોગેશભાઈ કાર્યરત છે. હાલમાં પણ રાજકોટના મોરબી રોડ પર છતર(મિતાણા) ખાતે આવેલ સદભાવના બળદ આશ્રમ માટેની જગ્યા માટે પોતાની વિશાળ ફેક્ટરીની જગ્યાની હંગામી ધોરણે, વિનામૂલ્યે આપનાર યોગેશભાઈ પ્રખર ગૌ વ્રતી છે. વૃક્ષારોપણ, જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી કરનાર અને શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખુ ભાવજગત, સદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ યોગેશભાઈ પાંચાણી ના આગવા વ્યકિતત્વનું જમા પાસુ છે. ‘રાજનીતી નહીં પણ રાષ્ટ્ર નિતી’માં માનતા સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ યોગેશભાઈ પાંચાણી (પટેલ) નાં જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્ર વર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઇ રહી છે.
યોગેશભાઈ પાંચાણી (મો . ૯૮૨૪૨૧૨૪૮૦)
