- સેવાકીય તથા જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની સેવામય ઉજવણી
સૌરાષ્ટ્રના અમરેલીનાં જાણીતા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન સહિતની સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડયેલા અજીતભાઈ ભીમજીયાણીનો આજે ૬૭ મો જન્મદિન છે. અજીતભાઈ ભીમજીયાણી સને-૨૦૦૧ માં રાજકોટ સ્થાયી થયેલા અજીતભાઈ અનેક સેવાકીય સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપે છે. ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે પણ સેવા આપે છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં અજીતભાઈ પોતાનો મીની સીમેન્ટ પ્લાન્ટ ધરાવતા હતાં. તથા અમરેલી જીલ્લા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, સને-૧૯૭૬-૭૭ સૌરાષ્ટ્ર સી.કે. નાયડુ ટ્રોફી અન્ડર-૨૨ માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ વતી રમી ચુકેલા, દિલીપભાઈ સંઘાણી તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબના અંગત મિત્ર તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ અજીતભાઈ ભીમજીયાણીના આગવા વ્યકિતત્વનું જમા પાસું છે. ‘રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતી’માં માનતાં જીવદયાપ્રેમી અજીતભાઈ ભીમજીયાણીનાં જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
અજીતભાઈ ભીમજીયાણી
મો.૯૫૧૦૩ ૩૬૩૨૬