ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેક્ચર્સ એસોસીએશનનો ( IICMA ) સહયોગ તથા સદભાવના વૃધ્ધાશ્રમનાં વૃક્ષારોપણ અભિયાન દરમ્યાન વાગુદડ ગામમાં પાંચ હજાર પીપળાનું વાવેતર કરાયું.

સમગ્ર ભારતમાં સૌથી મોટું પીપળાનું વાવેતર રાજકોટ પાસેનાં વાગુદડ ગામમાં થઈ ગયું છે. જે જંગલમાં ૫૦૦૦ પીપળાનાં આશરે ૧૨ ફૂટનાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે તથા આ તમામ ઝાડનાં રક્ષણ માટે ૯ ફૂટ ઉચી ફેન્સીંગ કરવામાં આવી છે. રાજકોટ શહેરની નજીક આવેલું એક નાનકડું વાગુદડ ગામ આજે સમગ્ર ભારતમાં ઉદાહરણ રૂપ બની ગયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કોઈએ પણ આવળુ મોટું પીપળાનું જંગલ ક્યારેય પણ ઉભું કરેલ નથી.
આ સમગ્ર પીપળાનાં વાવેતરનો તથા ૩ વર્ષ સુધી જતન અને ઉછેરનો ખર્ચ ૧ કરોડ થી પણ વધુ થશે જેમાં ૫૦ લાખથી પણ વધારે રકમનો સહયોગ ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેકચર્સ એસોસીએશન આપેલ હતી અને ૫૦ % રકમ સદભાવના વૃધ્ધાશ્રમે આપેલ હતી. ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેકચર્સ એસોસીએશન અને સદભાવના સંયુકત ઉપક્રમે સમગ્ર પણે ૫૦૦૦ થી પણ વધારે પીપળાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ ઉચ્ચતમ ક્વોલિટી ના બધી જ પ્રકાર ની મેટલ નાં કાસ્ટિંગ બનાવવાનો ફાઉન્ડ્રી ઉધોગ છે. છેલ્લા ૨૫ વર્ષમાં આ ઉધોગ નો રાજકોટ માં ઘણો વિકાસ થયો છે અને તેના કારણે આજે રાજકોટ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ નાં ઉત્પાદન માં ભારત માં પ્રથમ અને વિશ્વ માં બીજા નંબરે છે આ આપણા રાજકોટ માટે ગૌરવ ની બાબત છે. IICMA ઉધોગ નાં વિકાસ ની સાથે આવતા ભવિષ્ય માં માનવ કલ્યાણ માટે શુધ્ધ વાતાવરણ ની જરૂરિયાત હોવાથી ૫૦૦૦ પીપળા વાવવાનો નિરાધાર કર્યો હતો તે IICMA નાં મેમ્બર્સ અને સદભાવના ના સહકાર થી પૂરો થયો છે. આવા ઔદ્યોગીક એસોસીએશનો અને ઉદ્યોગ સાહસીકો આ રીતે જો પ્રકૃતીમાં આગળ વધશે તો ભવિષ્યમાં સમગ્ર ગુજરાતને હરીયાળું કરી શકાશે. સમગ્ર કાર્યક્રમ અને વાવતેર દરમ્યાન વાગુદડ ગામનાં સરપંચ, ડેપ્યુટી કલેકટર, પ્રાંત અધીકારી દેસાઈ સાહેબ, ઈન્ડિયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેકચર્સ એસોસીએશન સભ્યો રમણભાઈ સભાયા, નિલેશભાઈ માકડીયા, કનુભાઈ પટેલ, પ્રમીતભાઈ પટેલ, સુરેશભાઈ હિર૫રા, રાહુલભાઈ પટેલ તથા સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરીયા, ચુનીભાઈ વરસાણી (નિવૃત ડી.એફ.ઓ.), કોર્પોરેટર કેતનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી નિવૃત ડી.એફ.ઓ. ચુનીભાઈ વરસાણીએ સમગ્ર જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી સમગ્ર પ્રોજેકટનું ખુબ સુંદર રીતે સંચાલન કર્યું છે.
સદભાવના વૃધ્ધાશ્રમનું સમગ્ર ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. પ્રથમ તબકકામાં રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહયું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું પીજરા સાથે વાવેતર કરવામાં આવનાર છે. સાથોસાથ તેનાં જતનની પણ તકેદારી લેવામાં આવશે. રાજકોટને ગ્રીન બનાવવાનાં સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે. જેને ખૂબ ટુંકા સમયમાં ૬,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યુ છે. વૃક્ષો વાવવા સહેલા છે, પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોનાં વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેનાં ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. વડીલોની અને પર્યાવરણની બંન્નેની સેવા કરવાનાં સંકલ્પ સાથે નાની એવી સંસ્થા આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. હાલ કોરાનાની મહામારી વચ્ચે પણ સદભાવના વૃધ્ધાશ્રમની ફૌજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સંસ્થા હાલ ૭૦ ટ્રેકટર, ૭૦ ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત ૫૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *