કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાજીનાં માર્ગદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ જીવદયાના કાર્યો આગળ વધારશે.
સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્વ. નરોતમભાઇ ખેતાણીનાં સુપુત્ર, મિતલ ખેતાણીની તાજેતરમાં ભારત સરકારનાં પશુપાલન વિભાગનાં માનદ સલાહકાર તરીકે વરણી કરાઈ છે, ગુજરાત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં પ્રેસ એન્ડ પબ્લીક રીલેસન્સ કમીટીનાં સભ્ય, યુવા સમાજસેવી અને બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીનું ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. ભારત ભામાશા પૂ. દીપચંદભાઇ ગારડીનાં વરદ હસ્તે, તેમનાં જ નામ સાથે જોડાયેલાં સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠિીત “ગારડી એવોર્ડ” મિતલ ખેતાણીને મળી ચૂકયો છે. ચિત્રલેખા દ્વારા સને ૨૦૧૫માં ”યુવા પ્રતિભા” તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ છે. ભારત સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાના માર્ગદર્શનમાં મિતલ ખેતાણી રાષ્ટ્રીય કક્ષાએ જીવદયાના કાર્યો આગળ વધારશે.
ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્ટી, સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદનાં પૂર્વ જોઇન્ટ સેક્રેટરી, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ તેમજ વિવિધ ગૌશાળાઓ, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી મિતલ ખેતાણી સક્રિય છે. લેખક, કવિ એવા મિતલ ખેતાણી સારા વકતા પણ છે.
આઠ વર્ષ પૂર્વે, દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને ૬૦૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલાં ૬ કેટલ કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા મિતલ ખેતાણી જન્મદિનનાં મંગલ પ્રસંગે ખાસ કરીને બાળકો—તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર-પ્રસાર થાય, માંસાહારનો ત્યાગ થાય તેવાં ઉમદા હેતુથી વેજીટેરીયન સોસાયટી” ને વધુ ધમધમતી કરાઈ છે.
આઈ ટુ આઈ મીડીયા, એચ.ડી.એફ.સી., એરટેલ સહીતનાં કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્ટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં તેમજ અમેરીકા, યુરોપ, મીડલ ઈસ્ટ, નેપાળ સહિતનાં દેશોમાં અનેકવિધ નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલાં સન્માનીત થયેલા ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર મિતલ ખેતાણી વ્યવસાયે ‘શાલીભદ્ર ડ્રીમ્સ” રેસીડેન્સીયલ પ્લોટીંગનાં લેન્ડ ડેવલોપર્સ છે. સમગ્ર વિશ્વની ૩૦ લાખથી વધુ લોહાણાઓનું પ્રતિનિધીત્વ કરતી રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પણ વૈશ્વીક રઘુવંશી પ્રતિભા’ અને ‘શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક” તરીકેનો ઇન્ટરનેશનલ, અતિ પ્રતિષ્ઠિીત એવોર્ડ વૈશ્વીક અગ્રણીઓની ઉપસ્થિતીમાં, બે વાર મિતલ ખેતાણીને અપાઈ ચૂકયો છે. દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ”જીવદયા રત્ન’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
આગામી દિવસોમાં મિતલ ખેતાણી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા—ગૌસેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્ર નારાયણનાં લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય મિતલ ખેતાણી ધરાવે છે.
મિતલ ખેતાણી (મો.9824221999)