હાલમાં ભાવનગરનાં નારી ગામનાં તળાવમાં સતત આવતા રહેતા કેમિકલયુક્ત પાણીનાં કારણે હજારો માછલાઓનાં મોત નીપજ્યા છે. જેના કારણે પર્યાવરણ અને જીવસૃષ્ટિને ઘણું નુકસાન થયું છે. કેમિકલ યુક્ત પાણીનાં કારણે દરિયાઈ જીવો સાથે સાથે માણસોને પણ એટલું જ નુકસાન થાય છે. ઉપરાંત આ પાણીથી જમીનની ફળદ્રુપતા પણ ખોરાવાઈ છે. આ રીતે સમગ્ર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.  મહાનગરપાલિકા દ્વારા કોરોડો રૂપિયાનાં ખર્ચે ભાવનગરનાં નારી ગામનાં તળાવનું બ્યુટીફીકેશન કરવાનો જે પણ નિર્ણય લેવાયો અને તળાવની સફાઈ પણ કરવામાં આવી છે, પરંતુ જો કેમિકલયુક્ત પાણી વારંવાર તળાવમાં છોડવામાં આવશે તો ફરી આ પ્રકારની સમસ્યા થશે અને અનેક જીવોનાં જાન જોખમાશે. આ અંગે જવાબદાર વ્યક્તિ સામે તરત પગલા ભરાય અને ભવિષ્યમાં આવું ન થાય તેની કાળજી રખાય તે માટે યોગ્ય સતાધીશોને દિશા નિર્દેશ આપવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *