આણંદ, જુનાગઢ, મુંબઈ વેટરનરી કોલેજના વેટરનરી ડોકટરો સહીત ૩૫ ડોકટરો, ૩૦ પેરામેડીકલ તબીબી સ્ટાફ, ૧૦૦ કાર્યકર્તાઓ ખડેપગે સેવા આપશે.
 માતુશ્રી લતાબેન પ્રવિણચંદ્ર મહેતાની સ્મૃતિમાં શેઠ ઉપાશ્રયના હેમલભાઈ મહેતા(લીલી ઈમ્પેક્ષ)પરીવારનો આર્થીક સહયોગ
 પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા. 13નાં રોજ વિશેષ ઉપસ્થિત રહેશે.

સમગ્ર રાજયમાં મકર સંક્રાંતિપર્વ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને પારંપારિક રીતે આકાશ આખું ઉડતી પતંગોથી મઢાય જાય છે. મકરસંક્રાતિનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા કાચનાં પાકા માંજા, પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. પતંગ કાપવાની મજા પક્ષીઓ માટે મોતની સજા બને છે. તે સમયે અનેક નિર્દોષ પક્ષીઓની પાંખ, ડોક દોરાથી કપાઈ જાય છે, પક્ષીઓ ઘાયલ થાય છે અને તરફડી—તરફડી ને મરી જાય છે. નિર્દોષ પારેવા, ચકલા, પોપટ થી લઇને સંરક્ષીત અને લપ્ત થતી પ્રજાતિનાં પક્ષીઓ, વિદેશી માઇગ્રેટ થઇને આવતા પક્ષીઓ કાતિલ દોરાથી કપાઈ જાય છે, તરફડે છે અને સારવાર અને સંભાળનાં અભાવે મરી જાય છે. થોડાંક વર્ષોથી રાત્રે આકાશમાં સળગતાં તુકકલો ઉડાડવાને કારણે અગાઉના વર્ષે વસાહતી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ પણ બને છે. આ સળગતા તુકકલો કોઇ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પડે, કોઇ લાકડાની લારી કે જોખમી કેમિકલ બનાવનારી ફેકટરી પર પડે તો મોટી હોનારત સર્જાઈ શકે, તેજ રીતે પતંગની દોરીથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. દ્વિચક્રી વાહનો ચલાવનારા પર આવી દોરી આવી જતાં ગળામાં ફસાઈ જવાથી અકસ્માત અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. અનેક વ્યકિતઓના ગળા કપાઇ જવાના, પશુપંખીઓના દોરીના કારણે લોહીલુહાણ થવાના અને મૃત્યુ પામવાના બનાવો બને છે. સાદી દોરીથી પણ અકસ્માત થાય છે અને ચાઇનીઝ દોરીથી પણ આવા અકસ્માતો સર્જાય છે. પરંતુ ચાઇનીઝ દોરી વધારે ઘાતક સાબિત થાય છે. આ પ્રકારની ઘાતક ચાઇનીઝ દોરી અને તુકકલોના વેચાણ પર કડક પ્રતિબંધનું અમલીકરણ થવો જોઇએ.
મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકર સંક્રાંતીના રોજ રાજકોટના (૧) ત્રિકોણબાગ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૨) પેડક રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) (૩) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૪) કિશાનપરા ચોક, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૫) માધાપર ચોકડી પાસે, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪) તથા (૬) સંસ્થાની કાયમી, નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૭) શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), રાજકોટ ખાતે એમ કુલ ૯ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૮ થી રાત્રીના ૮ સુધી શરૂ કરાશે જેમાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દિપ સોજીત્રા, ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા, ડો. રાજીવ સિન્હા તથા ડો. વિવેક ડોડીયા જુનાગઢ વેટરનરી કોલેજ , ડૉ. ટાંક સરનાં માર્ગદર્શનમાં , ડો. દર્શીત જાવીયા, ડો. મેહુલ ધોકીયા, ડો. હિરેન કોઠારી, ડો. જયેશ ઓડેદરા, ડો. મીત ડોબરીયા, ડો. મીત ચૌધરી, ડો. દર્શન રામાણી, ડો. હીના બાબરીયા, ડો. સૌરભ ચૌધરી, ડો. હાર્દિક રોકડ, ડો. શની ઝાલાવડીયા, ડો. હર્ષ બામનીયા, ડો. નીતીનકુમાર, ડો. મિહીનત ગડારા, ડો. ખોડુ પાનસુરીયા, ડો. કિશન કથીરીયા, ડો. શ્રેયંશ પટેલ તેમજ મુંબઈ વેટરનરી કોલેજના ડો.ગર્જે મનીષ સાંઈનાથ, ડો.સાવંત પ્રાચી સુર્યકાન્ત, ડો. સોપ્તે યોગીતા, ડો. સિંઘ રિધ્ધિ ઓમનારાયણ, ડો. વારંગ વિનિત નરેશ, ડો. ઘોરૂઈ અનકાન મહાદેબ ,જાદવ મનીષ , ચિરાગ જીવાણી , વિકાસ મકવાણા , બારિયા રવિ , કૃપા પેઢડીયા , ધ્રુવ પાડલીયા તેમજ આણંદના વેટરનરી ડોકટર્સ .શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો. નિલેશ પાડલીયા સહીતની ટીમ સેવા આપશે. ડો. પી.વી. પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહયો છે. નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, ડી.સી.એફ. શ્રી રવીપ્રસાદ, નિવૃત ડી.સી.એફ. પી.ટી.શીયાણી, ડો. ભાવેશ જાકાસણીયા સહીતનાનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પનો આર્થિક સહકાર સ્વ માતુશ્રી લતાબેન પ્રવિણચંદ્ર મહેતાની સ્મૃતિમાં શેઠ ઉપાશ્રયના હેમલભાઈ મહેતા (લીલી ઈમ્પેક્ષ) તથા શ્રી આદિ જૈન યુવક ગ્રુપ જયેશભાઈ શાહ (જરીવાલા), સિધ્ધાર્થભાઈ, ભરતભાઈ, હિતેશભાઈ તથા તેમની ટીમનો મળ્યો છે. પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા. 13નાં રોજ વિશેષ ઉપસ્થિત રહેશે. ઘવાયેલા પશુની સર્જરી પણ કરાશે , જરૂર પડ્યે દાખલ કરવાની પણ વ્યવસ્થા કરાશે. એક્સરે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. ડ્રોનથી પણ ઊંચાઈ પર ફસાયેલા પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્ક્યૂ કરવામાં આવશે. અર્હમ યુવા સેવા ગ્રુપનો સુંદર સહયોગ રાષ્ટ્ર સંત પૂ. ગુરુદેવ નમ્રમુની મહારાજનાં આશીર્વાદથી મળી રહ્યો છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ચંદ્રકાંતભાઈ શેઠ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી(મો.૯૯૯૮૦૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન(મો.૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *