મધ્યપ્રદેશ ના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ગાયના ગોબરમાંથી બનાવેલ ગોમય પ્રોડકસ આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે “ ગૌ સેવા… રાષ્ટ્ર સેવા…” રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે બે વર્ષ દરમિયાન કરેલ કામગીરી ની બુક પણ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ ને અર્પણ કરી. અને ગૌ સેવાના વિવિધ પાસાઓ જેવા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌશાળાઓ ખોલવી, યુનિવર્સિટી અને કોલેજો માં કામધેનુ ચેર ની સ્થાપના કરવી કે જ્યાં ગાયો વિષે ની સંપૂર્ણ માહિતી વિષે બાળકો માહિતગાર થાય અને અવનવા સંસોધનો થાય. ગૌ વિજ્ઞાન પરીક્ષા ને પ્રોત્સાહન પૂરું પાડવું તેમજ પ્રધાનમંત્રીશ્રીના ‘આત્મ નિર્ભર’ ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા” આંદોલનને ધ્યાનમાં રાખી સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા–મહિલા ઉદ્યોમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ પ્રોડકટસ બનાવવામાં તેમજ આ અંગેના ઉદ્યોગો સ્થાપવા આવા અનેક ગૌ સેવાના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી અને મધ્યપ્રદેશ સરકાર દ્વ્રારા ગૌ સેવાના વિવિધ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તબકકે રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ એ ગૌ આધારિત અર્થ વ્યવસ્થા ને અનુમોદના આપી હતી.આ પ્રસંગે શ્રી સુનિલ કાનપરિયા, ડો. આલોક મિતલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *