શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની રજૂઆતને સફળતા
રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ટેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા સમગ્ર ભારતના તમામ રાજયો, તમામ શહેરો, જીલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ કોઈપણ અબોલ પશુ-પક્ષી, સ્થળ ઉપર નિઃશુલ્ક સારવારના અભાવે મૃત્યુ ન પામે તે માટે તમામ રાજય સરકારશ્રીઓ તેમજ જીલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ રજૂઆતો ઘણાં વર્ષોથી સતત કરવામાં આવી રહી છે. આનંદની વાત છે કે અત્યાર સુધીમાં ૮ રાજયોમાં આ પ્રકારની નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાઓ જે—તે રાજય સરકારોએ શરૂ કરી છે, આ શૃંખલામાં એક વધુ ઉમેરો થયો છે. મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારની સેવાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ૧ એપ્રિલ-૨૦૨૩ થી નિઃશુલ્ક એનિમલ સારવાર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે. પશુપાલન વિભાગે એમ્બ્યુલન્સમાં ડોકટર, કમ્પાઉન્ડર, ડ્રાઈવર સહિત કોલ સેન્ટર માટે ૧૨૩૮ લોકોને રોજગારી આપી છે. એમ્બ્યુલન્સમાં જરૂરી તમામ સુવિધાઓ હશે. પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પ્રેમસિહ પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં મળેલી પશુપાલન વિભાગની સલાહકાર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સમિતિના સભ્યો ધારાસભ્ય શ્રી સીતારામ, વિજય રાઘવેન્દ્રસિંહ, સુશ્રી ચંદ્રભાગા કિરાડે તથા અગ્ર સચિવ પશુપાલન અને ડેરી વિભાગ શ્રી ગુલશન બામરા, મિલ્ક ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર શ્રી તરૂણ રાઠી, નિયામક ડો. આર.કે. મેહિયા અને પોલ્ટ્રી ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર એચ.બી. ભદોરીયા ઉપસ્થિત રહયાં હતાં. મધ્યપ્રદેશમાં નિઃશુલ્ક એનિમલ સારવાર એમ્બ્યુલન્સ જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા પશુપાલનમંત્રીશ્રી પ્રેમસિંહ પટેલનો આભાર શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન) નાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાની ટીમે વ્યકત કર્યો હતો.