મનુભાઈ મીરાણી સંચાલિત શ્રી રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા રઘુવંશી યુવક – યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો’ યોજાયો
સમગ્ર વિશ્વમાંથી ૧૬૦ લગ્નોત્સુક ડોકટર્સએ ભાગ લીધો.


રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૨ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ નું આયોજન મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું હતું.
આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી ૧૬૦ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લીધો હતો.
ઓનલાઈન “શ્રી રઘુવંશી ડોકટર્સ પંસદગી સમારોહ”ને સફળ બનાવવા માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩) મિતલ ખેતાણી, જયેશભાઈ જીવાણી, સંજયભાઈ કકકડ, દિલીપભાઈ કુંડલીયા, હિરેનભાઈ મહેતા, ડો. અશોક કોટેચા, નિતીનભાઈ ભુપતાણી, રાજેશભાઈ કારીયા વિગેરેની ટીમે જહેમત ઉઠાવી હતી.