સમગ્ર વિશ્વમાંથી અંદાજે ૧૫૦ લગ્નોત્સુક ડોકટર્સ ભાગ લેશે.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૨ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે દર રવીવારે સવારે ૧૦–૩૦ થી બપોરે ૧-૩૦ સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે. મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ નું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૩, શનીવારનાં રોજ સાંજે ૬-૦૦ કલાકે થી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે. ઉમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી રજીસ્ટ્રેશન તા.૧૧/૦૫/૨૦૨૩ સુધીમાં કરી દેવું ફરજીયાત છે. ”શ્રી રઘુવંશી ડોકટર્સ પંસદગી સમારોહ” ના વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), જયેશભાઈ જીવાણી (મો.૯૮૨૫૬ ૬૮૨૨૦), સંજયભાઈ કકકડ (મો.૯૮૨૪૦ ૪૩૭૯૯) પર સંપર્ક કરવો. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે ૧૫૦ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. આ ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’નાં મોબાઈલ મેસેજ શ્રી રઘુવંશી ડોકટર્સ ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી કરાઈ છે. ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.