• મનુભાઈ મીરાણી સંચાલિત શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)દ્વારા રઘુવંશી યુવક યુવતીઓ માટે ઓનલાઈન શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે હાયર એજયુકેશન પરીચય મેળો
  • સમગ્ર વિશ્વમાંથી રઘુવંશી લગ્નોત્સુક યુવક યુવતીઓ ભાગ લેશે.

રઘુવંશી સમાજનાં વિરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં મનુભાઈ મીરાણી દ્વારા નિઃશુલ્ક કુલ ૧૬ પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩ પરીચય મેળા ઓનલાઈન કરવામાં આવ્યા છે. મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો માટે પરીચય મેળોનું આયોજન તા.૨૬/૧૧/૨૦૨૨, શનીવારનાં રોજ મનુભાઈ મીરાંણી દ્વારા સાંજે ૬–૦૦ કલાકેથી કરાયું છે. ઉમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન તા.૨૩/૧૧/૨૦૨૨ , બુધવાર સુધીમાં રઘુવંશી ઉમેદવારોને  કરી દેવું ફરજીયાત છે.

‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે હાયર એજયુકેશન પરીચય મેળા’ નાં વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), જયેશભાઈ જીવાણી (મો.૯૮૨૫૬ ૬૮૨૨૦), સંજયભાઈ કકકડ (મો.૯૧૫૭૩ ૪૩૭૯૯) પર સંપર્ક કરવો.
‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે હાયર એજયુકેશન પરીચય મેળા’ ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬ ૬૬ ૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *