
- મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી ૨ઘુવંશી ડોકટર્સ, સી.એ., એન્જીનીયર, ફોરેન ગ્રુપ માટે હાયર એજયુકેશન પરીચય મેળો‘
- સમગ્ર વિશ્વમાંથી અંદાજે ૫૦૦ થી ૬૦૦ લગ્નોત્સુક ભાગ લેશે.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રીરઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ, સી.એ.,એન્જીનીયર, ફોરેન ગ્રુપ તેમજ હાયર એજયુકેશન પરીચય મેળોનું આયોજન તા.૦૨/૧૦/૨૦૨૨, ૨વીવારનાં રોજ સાંજે ૪-૦૦ થી ૧૦–૦૦ કલાક સુધી મેચીંગ વર્ષના ગ્રુપ પ્રમાણે કરાયું છે. ઉંમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે.પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી રજીસ્ટ્રેશનતા.૨૭/૦૯/૨૦૨૨ સુધીમાં કરી દેવું ફરજીયાત છે.”શ્રી રઘુવંશી પંસદગી સમારોહ”ની વિશેષ માહિતી માટે અને વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), જયેશભાઈ જીવાણી (મો.૯૮૨૫૬ ૬૮૨૨૦), સંજયભાઈ કક્કડ (મો.૯૮૨૪૦ ૪૩૭૯૯) પર સંપર્ક કરવો. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે ૫૦૦ થી ૬૦૦ લગ્નોત્સુક હાયર એજયુકેશનવાળા રઘુવંશી યુવકયુવતીઓ ભાગ લેશે.