શ્રી ગુરુ દત્તાત્રય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુરુદત્ત ગૌશાળા દ્વારા અનેક જીવદયાના કાર્યો કરવામાં આવે છે. અબોલ જીવોનું રક્ષણ, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ, કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક ગાયનું શુદ્ધ ઘી, મેડિકલ કેમ્પનું આયોજન, દર રવિવારે બાળકો માટે અન્નક્ષેત્ર, ગરીબ બાળકોને કપડા અને રમકડાનું વિતરણ જેવી જીવદયા પ્રવૃતિઓ કરવામાં આવે છે. ગુરુ દત્તાત્રય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુરુદત્ત ગૌશાળામાં મનોદિવ્યાંગતા ધરાવનાર મનોજભાઈ દેસાઇ દ્વારા ગૌ દાન કરવામાં આવ્યું છે. આ સાથે જ હિતેનભાઈ દેસાઇ અને જૈમિનભાઈ દેસાઇ દ્વારા બે વાછરડીઓનું અનુદાન આપવામાં આવ્યું છે. દેસાઇ પરિવાર દ્વારા આમ 3 ગાયોનું અનુદાન ગુરુદત્ત ગૌશાળામાં આપવામાં આવ્યું છે. ગુરુદત્ત ગૌ શાળામાં કરવામાં આવેલું દાન ઇન્કમટેક્સની કલમ 80જી હેઠળ કરમુક્ત છે. ગૌ શાળામાં અનુદાન આપીને જીવદયા પ્રવૃતિમાં ભાગીદાર થવા ગુરુદત્ત ગૌ શાળા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી મેળવવા માટે દિલીપભાઇ વ્યાસ (મો. 9824616162), જીતુભાઈ વ્યાસ (મો. 79904 74263) પર સંપર્ક કરવા ધીરુભાઈ કાનાબાર (મો.98250 77306)ની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *