800 થી વધારે નિરાધાર જીવોને સાચવવાના અર્થે નવા બળદ આશ્રમનું નિર્માણ
મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ, ખારચીયા રોડ, મોટી પાનેલી, ઉપલેટા ફકતને ફકત નીરાધાર રસ્તે રખડતા કે જેમનું કોઈ ના હોય તેવા બળદ–ગાયો, વાછરડાને રાખવામાં આવેલા છે , નિભાવવામાં આવે છે. કૃષિક્ષેત્રે માનવજીવનને મદદરૂપ થવા માટે બળદનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભાવાર્થને સાર્થક કરતાં આ ટ્રસ્ટ દ્વારા બળદોનો ખાસ નિભાવ કરવામાં આવી રહયો છે. હાલ અહીંયા 170થી વધારે સંખ્યામાં ગાયો અને બળદનો નિભાવ થઈ રહ્યો છે. આ સંસ્થા દ્વારા આ અબોલ જીવોને બે ટાઈમ નીરણ ભરપુર માત્રામાં નાખવામાં આવે છે અને કોઈપણ પશુ બીમાર હોય તો તેને તત્કાલીન સારવાર આપવામાં આવે છે. અને સંસ્થામાં નિયમિત સાફસફાઈ માટે પાંચ માણસો કાયમી રાખેલા છે જે નિયમિત સાફસફાઈ અને નિરણ નાખવાનું કામ કરતા હોય છે. સ્થળ ઉપર સાફસફાઈ દરરોજ થાય છે. આ સંસ્થા દ્વારા નિરાધાર પશુઓને રાખવા માટે 9 વિભાગ બનાવાનું આયોજન છે જેમાં એક વિભાગમાં 80 જીવોનો સમાવેશ થઈ શકશે. નીરણ ભરવા માટે 5 ગોડાઉન અને 1 ડોકટરી સારવાર માટે હોસ્પિટલ વિભાગ બનાવમાં આવે છે. આ ટ્રસ્ટ પાસે કોઈ માલિકીની જગ્યા નથી હાલ સંસ્થાના ટ્રસ્ટી વિમલભાઈ વાછાણી દ્વારા 12 વિઘા જમીનમાં નવા બળદ આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે જો કોઈ દાતા દ્વારા ભૂમિ દાન થાય તો મોટું બાંધકામ કરી અને વધારેમાં વધારે નીરાધાર રસ્તે રખડતાં પશુઓ સાચવી શકાય. અત્યારે હાલ સગવડતા ન હોય મર્યાદિત સંખ્યા પશુઓ રાખવામાં આવેલા છે. ભવિષ્યમાં 800 થી વધારે જીવોનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ બળદો તેમજ ગૌમાતાઓને સાચવવાની તૈયારી બતાવવામાં આવેલ છે. 3 કરોડના માતબર ખર્ચે આ બળદ આશ્રમ બનાવવામાં આવી રહ્યું છે. આ આશ્રમમાં તક્તીમાં નામ લખવા માટે ૨૫,૦૦૦/- કે તેથી વધુનું, કાયમી એક વિભાગમાં એક નામ રાખવા માટે ૧૨,૦૦,૦૦૦/- (અંકે બાર લાખ પૂરા),કાયમી ગૌ અને બળદ આશ્રમના મેઇન ગેટ પર નામ લખવવા માટે ૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે એક કરોડ પૂરા)નું અનુદાન દ્વારા કરવામાં આવશે. ટ્રસ્ટનાં વિમલભાઈ વાછાણી (મો. ૯૭૨૭૮ ૬૪૬૫૦), જયદીયભાઈ લાલકીયા, જતીનભાઈ ભાલોડીયા, પ્રદીપ ચોટાઈ, જનકભાઈ ધીંગાણી, સંદીપભાઈ ઘેટીયા, મહેશભાઈ ભાલાણી, ભુપતભાઈ દેત્રોજા, જયરાજભાઈ કાલરીયા દ્વારા અનુદાન માટે અપીલ કરવામાં આવે છે. ભૂમિદાન તથા અનુદાન માટે મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, પાનેલી મોટી બ્રાંચ, IFSC, UBIN0531499, A.C.No: 3149010100032127. આ અંગે વધુ માહિતી મેળવવા માટે વિમલભાઈ વાછાણી (મો .૯૭૨૭૮ ૬૪૬૫૦)નો સંપર્ક કરવા જણાવાયું છે.
