મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ (ખારચીયા રોડ, મોટી પાનેલી, ઉપલેટા) દ્વારા ફકતને ફકત નીરાધાર, રસ્તે રખડતા કે જેમનું કોઈ ન હોય તેવા બળદ–ગાયો, વાછરડાને રાખવામાં આવેલા છે, નિભાવવામાં આવે છે. કૃષિક્ષેત્રે માનવજીવનને મદદરૂપ થવા માટે બળદનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભાવાર્થને સાર્થક કરતાં આ ટ્રસ્ટ દ્વારા બળદોનો ખાસ નિભાવ કરવામાં આવી રહયો છે. હાલ અહીંયા 170 બળદ, 9 ગાય, અને 8 વાછરડા છે. આ સંસ્થા દ્વારા આ અબોલ જીવોને બે ટાઈમ નીરણ ભરપુર માત્રામાં નાખવામાં આવે છે અને કોઈપણ પશુ બીમાર હોય તો તેને તરત જ સારવાર આપવામાં આવે છે અને સંસ્થામાં નિયમિત સાફસફાઈ માટે પાંચ માણસો કાયમી રાખેલા છે જે નિયમિત સાફસફાઈ અને નિરણ નાખવાનું કામ કરે છે. સ્થળ ઉપર સાફસફાઈ દરરોજ થાય છે. સાથોસાથ ડોકટરી સારવાર વગેરે પણ આપવામાં આવે છે. મહાદેવ બળદ સેવ ટ્રસ્ટ દ્વારા ૧૨ વીઘા જમીન ખરીદીને નિરાધાર ગૌ અને બળદના આશ્રય માટે જે. ખારચીયા રોડ ટચ પર નવું બળદ આશ્રમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ૯ વિભાગો બનાવમાં આવી રહ્યા છે જેમાં ૮૦૦ જેટલા નિરાધાર પશુઓનો સમાવેશ થી શકશે. 3 કરોડના માતબર ખર્ચે આ બળદ આશ્રમ બનાવવામાં આવી રહ્યું છે. આ આશ્રમમાં તક્તીમાં નામ લખવા માટે ૨૫,૦૦૦/- કે તેથી વધુનું,  કાયમી એક વિભાગમાં એક નામ રાખવા માટે ૧૨,૦૦,૦૦૦/- (અંકે બાર લાખ પૂરા),કાયમી ગૌ અને બળદ આશ્રમના મેઇન ગેટ પર નામ લખવવા માટે ૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે એક કરોડ પૂરા)નું અનુદાન દ્વારા કરવામાં આવશે.  

મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગૌ અને બળદના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કસુંબલ લોક ડાયરાનું આયોજન માગસર વદ – ચૌદસ, તા.૦૧/૦૧/૨૦૨૨, શનિવારના રોજ સાંજે ૦૯-૩૦ કલાકથી કે. જે. પટેલ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ – મોટી પાનેલી ખાતે કરવામાં આવ્યું છે.  આ કસુંબલ લોક ડાયરામાં રાજભા ગઢવી (લોક સાહિત્યકાર ) , શિતલબેન બારોટ (કોકિલ કંઠી) , મુકેશભાઇ મકવાણા (સાજિંદા ગ્રુપ) સૂર સાધકો ઉપસ્થિત રહેશે તેમજ ગેબી ધ્વની દ્વારા સાઉન્ડ આપવામાં આવશે.  મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય લોકડાયરામાં મુખ્ય મહેમાન તરીકે મહાદેવગીરી બાપુ (અવદ્યુત આશ્રમ જુનાગઢ) , રમેશભાઇ ધડુક (સાંસદ સભ્ય પોરબંદર),જયેશભાઇ રાદડીયા (ધારાસભ્યશ્રી), લલીતભાઇ વસોયા (ધારાસભ્યશ્રી) , ચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્યશ્રી) ,હરિભાઇ પટેલ (પૂર્વ સાંસદશ્રી) , મયુરભાઇ સુવા (ઉપલેટા નગરપાલિકા પ્રમુખ) , ચિમનભાઈ સાપરીયા (પૂર્વ ધારાસભ્યશ્રી) , નયનભાઈ જીવાણી (ભાયાવદર નગરપાલિકા પ્રમુખ) ,મીરાબેન જતીનભાઇ ભાલોડિયા(જીલ્લા પંચાયત સદસ્ય – રાજકોટ ), રાજેશભાઇ ભાલોડિયા (ગેલેકસી ગ્રૂપ) , મનુભાઇ બચુભાઇ ભાલોડિયા (પૂર્વ સરપંચ મોટી પાનેલી), અશોકભાઇ બાવનજીભાઇ પાંચાણી (પૂર્વ સરપંચ મોટી પાનેલી) , હંસાબેન મનુભાઇ ભાલોડિયા (સરપંચશ્રી મોટી પાનેલી) ,બઘાભાઈ રાણાભાઇ ભારાઈ (ઉપ સરપંચ મોટી પાનેલી) , રમેશભાઇ જમનાદાસ માખેચા (કારોબારી સભ્ય પાનેલી) , શારદાબેન ચંદુભાઈ જાદવ (નવા સરપંચ, પાનેલી ) ,પ્રવિણભાઈ માકડીયા (પૂર્વ ધારાસભ્યશ્રી) , ભામાભાઇ બાવનજીભાઈ ચાવડા (તાલુકા પંચાયત સદસ્ય) , હર્ષાબેન મનોજભાઇ ઝાલાવાડીયા (તાલુકા પંચાયત સદસ્ય) ,સંગીતાબેન નિલેશભાઈ સાંગેચા (તાલુકા પંચાયત સદસ્ય) , વિનુભાઈ ચંદ્રવાડીયા (તાલુકા પંચાયત પ્રમુખ) હાજર રહેશે. આ ભવ્ય લોક ડાયરામાં પોતાના પરિવાર અને મિત્ર મંડળ સાથે પધારવા મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ (મોટી પાનેલી)ના વિમલભાઈ જે. વાછાણી (મો.૯૭૨૭૮૬૪૬૫૦) તથા સાથી ટીમ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *