પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબની રાજ ભવનમાં પાવન પધરામણી થઈ હતી. પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે ૧૮ વર્ષની યુવા વયે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષાના પ્રારંભના વર્ષોમાં મૌન પૂર્વક અનેકવિધ ધર્મ દર્શનોના ગ્રંથોનો ગહન અભ્યાસ કરેલ છે. વેદ, ગીતા, રામાયણ, મહાભારત, ગ્રંથસાહેબ, કુરાન, બાઈબલ વગેરે જેવા અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રીના ક્રાંતિકારી, જ્ઞાનવર્ધક અને હૃદયસ્પર્શી પ્રવચનના માધ્યમે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે યુવાનોમાં જાગૃતી લાવવાનું કાર્ય કરી રહ્યા છે.
પૂજ્યશ્રીએ 40 વર્ષની વયે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રના વિવિધ વિષયો પર 500 થી વધુ પુસ્તકો લખ્યા છે.
પૂજ્યશ્રી દ્વારા લખાયેલ રામાયણ, અષ્ટાવક્ર ગીતા, લવ યુ ડોટર, ગીતાના ટોપ ટેન ક્વોટ્સ, બિફોર યુ ગેટ એન્ગેજ, સંસ્કાર એબીસીડી, માનવતા વગેરે પુસ્તકોથી પ્રેરણા પામી સેંકડો યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ફેશન – વ્યસનનો ત્યાગ કર્યો છે.
પૂજ્યશ્રીની ક્રાંતિકારી અને હૃદયસ્પર્શી પ્રવચન શૈલી દ્વારા દયા-પ્રેમ-કરુણા અને વાત્સલ્ય લોકોના હૃદયમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે.
પૂજ્યશ્રીએ હજારો કિલો મીટરની પદયાત્રા દરમિયાન શાળાઓ અને ગામડાઓમાં પ્રવચન દ્વારા વ્યસનમુક્તિ, સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે.
શ્રી ગાંધીનગર જૈન સંઘ, સેક્ટર – ૨૨ ખાતે પૂજ્યશ્રી બિરાજમાન છે. શ્રી ગાંધીનગર જૈન સંઘના ઉત્સાહી યુવાનો દ્વારા સંતોની ઈચ્છા શક્તિ અને શાસકોની ક્રિયા શક્તિના સમન્વય કરાવવાનું અદ્ભુત કાર્ય થઇ રહ્યું છે.
મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણના વિષય પર અદ્ભુત સંવાદ થયો હતો.

આ તબક્કે પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે,
સંસ્કાર વિનાનું શિક્ષણ આખા દેશના ભવિષ્ય માટે ભયંકર છે.
પશ્ચિમની આંધળી દોટ આખા દેશના ચારિત્ર માટે ખતરો બનેલી છે. ચારિત્રના પાયા પર જ ઘર અને
પરિવાર ઊભા હોય છે. ઘર અને પરિવાર ઉપર જ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર ઊભા હોય છે. આજનું
આખું ય વાતાવરણ ચારિત્રને ચૂંથી નાંખનારું છે.

राज्यं पातीति राज्यपाल:
જે રાજ્યનું પાલન-રક્ષણ કરે
તે રાજ્યપાલ.
આખા રાજ્યના આપ માતા-પિતા છો.
શિક્ષણ દ્વારા ગળથૂથીમાંથી ચારિત્રના સંસ્કાર આપવામાં આવે તો દેશના ભવિષ્યનો એક મજબૂત પાયો રચાઈ શકે.
આજે સૌથી પ્રથમ મૂલ્યનિષ્ઠ સંસ્કરણયુક્ત શિક્ષણનું કાર્ય કરવા જેવું છે.
જેના માધ્યમે બાળકોમાં દયા-પ્રેમ-કરુણા અને વાત્સલ્યના ગુણો બાળપણથી જ પ્રતિષ્ઠિત થાય.
આ તબ્બકે પ્રખર સમાજ સેવકો અને સંસ્કૃતિ પ્રેમીઓં સર્વે શ્રી ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન વકીલશ્રી અરુણભાઈ ઓઝા, પ્રકાશભાઈ ઠક્કર, જીતુભાઈ જૈન, પ્રવીણભાઈ મજીઠીયા, સ્નેહલભાઈ શાહ, વકીલશ્રી અભયભાઈ શાહ અને વકીલશ્રી મીતભાઈ શાહ જોડાયા હતા.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *