- સાંસદ મેનકા ગાંધીજી દ્વારા માર્ગદર્શન અપાશે.
- આ કોર્સમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પશુ કલ્યાણ શીખવવામાં આવશે.
મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી મુંબઈ, 20મી માર્ચ 2014ના રોજ મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી એક્ટ 2014 હેઠળ સ્થપાયેલી, ભારતની અગ્રણી રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓમાંની એક છે. અધિનિયમમાં દેશના લોકોના સામાજિક જીવનની પ્રગતિ માટે અદ્યતન કાનૂની શિક્ષણ આપવા અને કાયદાકીય અભ્યાસમાં સમાજલક્ષી સંશોધનને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્રમાં નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કરવાની કલ્પના કરવામાં આવી છે. યુનિવર્સિટીનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં કાયદાનું એડવાન્સ કાનૂની જ્ઞાન અને પ્રક્રિયાઓ ફેલાવવાનું અને તેમને હિમાયત, કાનૂની સેવાઓ, કાયદામાં સુધારાનું કૌશલ્ય પ્રદાન કરવાનો અને સામાજિક પરિવર્તન અને વિકાસ માટે આ સાધનોનો ઉપયોગ કરવા માટે તેમને જાગૃત અને સક્ષમ બનાવવાનો છે. MNLU, મુંબઈ ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોમાં માને છે, જેવા કે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ વગેરે અને આ સંસ્થાને માત્ર કાયદાકીય જ્ઞાનના કેન્દ્ર તરીકે જ નહીં પરંતુ માનવતાના સમાવિષ્ટ કેન્દ્ર તરીકે પણ તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અન્ય લોકોમાં ભેળવી દેવાના તમામ પ્રયાસો કરે છે. મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી,મુંબઈ દ્વારા સાંસદ મેનકા ગાંધીના માર્ગદર્શન હેઠળ પશુ કલ્યાણ વિષય પર ડિપ્લોમા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્ષમાં પેટ્રોન પ્રો. દિલીપ ઉકે( વાઇસ ચાન્સેલર, મહારાષ્ટ્ર નેશનલ લૉ યુનિવર્સિટી) પોતાની સેવા આપશે. પશુ કલ્યાણ વિષય એ કાયદાના ધોરણો, નૈતિકતા અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. આ યુનિવર્સિટી દ્વારા આ કોર્સની શરૂઆત કરવા પાછળનો હેતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પશુ કલ્યાણ શીખવવાનો છે. આ કોર્સનો સમયગાળો ૧ વર્ષ સુધીનો છે, જેની ફી રૂ. 10,000/- છે. આ કોર્સના વિષયોમાં પશુ કલ્યાણ નીતિશાસ્ત્ર , પશુ કલ્યાણની સમસ્યા, પશુ કલ્યાણને લગતા કાયદા, નીતિઓ અને તેને લગતી સંસ્થાઓ, પશુ કલ્યાણ અંગેનું અર્થશાસ્ત્ર અને આજીવિકાનો સમાવેશ થાય છે. આ કોર્ષમાં રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ,2022 છે. આ પ્રોગ્રામ અંગેના કો-ઓર્ડિનેટર નિર્ણયા ગડેકર છે. આ કોર્સ અંગેની વધુ માહિતી મેળવવા માટે nirnaya.g@mnlumumbai.edu.in/ મો. 9967284584 પર સંપર્ક કરવા જણાવાયું છે.
