• દેશના તમામ રાજયોમાં આ પ્રકારની ગૌસેવા પ્રવૃતિઓ માટે રાજકીય પક્ષો આગળ આવે.

મહારાષ્ટ્ર સરકારનાં વર્ષ–૨૦૨૩–૨૦૨૪ ના બજેટમાં કૃષિ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે તથા ફડવણીસ સરકાર દ્વ્રારા દેશી ગૌવંશના સંરક્ષણ, પાલન અને સુરક્ષા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. દેશી ગૌવંશમાં વધારો કરવામાં સંશોધન કરવામાં આવશે, અહેમદનગરમાં વેટરનરી કોલેજની સ્થાપના કરવામાં આવશે જેમાં દુધ ઉત્પાદન માટે વિશેષ સંશોધન કરવામાં આવશે. મહારાષ્ટ્રના વિદર્ભમાં મરાઠાવાડાનાં ૧૧ જિલ્લામાં ડેરી વિકાસના કામોમાં ૧૬૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશીગાયોની સંખ્યા ઘટી રહી છે જે અનુસંધાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના જીવદયા ગૌસેવાના સત્કાર્યો કરવા માટે મહારાષ્ટ્ર સરકાર તેમજ દેશની તમામ રાજય સરકારોને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહ, ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી દ્વારા વખતો વખત રૂબરૂ મળીને સતત રજૂઆતો કરવામાં આવતી હતી, અંતે આ રજૂઆતોને સફળતા મળી છે.જળ, જમીન, જગંલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ, મિતલ ખેતાણીએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌસેવા આયોગની સ્થાપના કરવા તથા ગૌસેવા–જીવદયા ક્ષેત્રે અનેકવિધ જાહેરાતો કરવા બદલ મુખ્યમંત્રીશ્રી એકનાથ શીંદે તથા નાણામંત્રીશ્રી દેવેન્દ્ર ફડવણીસનો આભાર વ્યકત કર્યો હતો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *