
દરેક જીવ પ્રત્યે દયા અને અહિંસાએ આપણી સંસ્કૃતિનો સ્તંભ છે. આજે પશ્ચિમના ઘણાં દેશો માંસાહાર છોડી, શાકાહાર, વિગન તરફ સૌ ઢળી રહયાં છે. યુ.કે.માં ૫૦ લાખ અંગ્રેજ વેજીટેરીયન છે અને ફ્રાંસ, જર્મની, બેલ્જીયમ વિગેરે દેશોમાં પણ લોકો મોટી સંખ્યામાં માંસાહાર છોડી રહયાં છે.
માંસ ખાવાથી અમુક પ્રકારના કેન્સર થાય છે, તેમજ બીજા અનેક રોગો વધે છે. માંસાહારથી કોલેસ્ટ્રોલ પણ વધે છે. તાજેતરમાં બ્રિટીશ મેડીકલ એસોસીએશને જણાવ્યું છે કે માંસાહાર, સીગારેટ, દારૂથી ખુબ શારીરીક નુકશાન થાય છે. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મીંગનું સૌથી મોટું કારણ છે માંસાહારથી મરી રહેલા અબજો જાનવરોમાંથી નિકળી રહેલા ગેસ. ગ્લોબલ વોર્મીંગને રોકવા માંસાહાર ત્યાગ કરવું ખૂબ જરૂરી છે. પૃથ્વી પર વસતા કોઇપણ જીવને મરવું ગમતું નથી. પશુ-પક્ષીઓના મટન માટે એટલે કે નોનવેજ માટે તેમને, તેમના મૂક પણ અત્યંત પીડાદાયક વિરોધ વચ્ચે મારવા પડે છે. એટલે કે ”મીટ ઇઝ મર્ડર”, પૃથ્વીના તમામ શકિતશાળી અને બુધ્ધિશાળી પ્રાણીઓ (જેવા કે, હાથી, હીપોપોટેમસ, ગેંડો, ઘોડો, જીરાફ, ગાય વિગેરે) વેજીટેરીયન છે જેથી કહી શકાય કે માંસાહારથી શકિત મળે તે વાત સાવ ખોટી છે. સમગ્ર વિશ્વના લોકો અત્યારે ભારતીય સંસ્કૃતિની ગરીમા સ્વરૂપ કહી શકાય તેવી પરંપરા શાકાહાર અને યોગ તરફ વળી રહયાં છે, વેજીટેરીયન અને વિગન થઇ રહયાં છે ત્યારે કમનસીબે આપણા યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતીનું આંધળું અનુકરણ કરી પતનના માર્ગે જઇ કરોડો અબોલ જીવોની ક્રૂર હત્યામાં નીમીત બની રહયાં છે, નોનવેજ ખાઇ રહયાં છે તે આપણી કમનસીબીની પરાકાષ્ટા છે. અત્યારનું વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે કે માંસાહાર અનેક રોગોનું જનક છે. તેનાથી શરીરને પારાવાર નુકશાન થાય છે જયારે શાકાહારથી સંપૂર્ણ નીરોગી અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થઇ શકે છે. ”જેવું અન્ન તેવું મન” નું સુત્ર સુચવે છે કે “જેવો આહાર તેવો વ્યવહાર”. માંસાહારનું પ્રમાણ જેટલું વધે એટલા પ્રમાણમાં અધોગતી, કુદરતી આફતો, ભૂકંપ–પુર–કોરોના જેવી બીમારીઓ કે વીનાશ સર્જાતાં હોવાની નકકર હકીકતો જાણવી અને જણાવવી તે દરેક જાગૃત માનવની જવાબદારી છે. પોતાની ખાતર નહી તો છેવટે ભાવી પેઢીના કલ્યાણ ખાતર આ ફરજ બજાવવી અનીવાર્ય છે.
- મિતલ ખેતાણી/રમેશભાઈ ઠકકર (વેજીટેરીયન સોસાયટી, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)