પ.પૂ. સદગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુ તથા વિશ્વવંદનીય સંત શ્રી જલારામબાપામાં અપાર શ્રધ્ધા ધરાવનાર,શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટના સ્વ.કુંદનબેન રાજાણીનીપ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે ૫૫૦ લોકોએ અંગદાનનોસંકલ્પ કર્યો.અત્રે ઉલ્લેખનિય છે કે, માતૃ સ્વરૂપા, સેવા મૂર્તિ ૪૦૦૦ દીકરીઓનાં કન્યાદાનમાં નિમીત બનનાર સ્વ. કુદનબેન રાજાણીએ પોતાનું સમગ્ર જીવન દીન દુઃખીયાની સેવામાપ્રસાર કરનાર એવા સ્વ. શ્રી કુંદનબેન રાજાણીની પ્રથમવાર્ષિક પુણ્યતિથી નિમીતે શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દિકરીનું ઘર વૃધ્ધાશ્રમ’ તથા લીના સમીર રાજાણી દ્વારા જુનાગઢના ખ્યાતનામ રાજુ ભટ્ટ, નિરૂબેન દવે તથા સાથી કલાકારો (જુનાગઢ) ‘માતૃ વંદના’ કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો.આ કાર્યક્રમમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા લોકોને અંગદાન જાગૃત વિશે સમજ કરવામાં આવી હતી. જેમાં મગજ મૃત વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે અંગોનું દાન થઈ શકે છે. આપ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે મગજમૃતનાં અંગોનું પ્રત્યારોપણ એ નામેઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે મગજમૃત (બ્રેઇન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન.કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. સેંકડોવ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોયછે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લવીત થઇ શકે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો, રોટરી કલબ, લાયન કલબ જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોક જાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમા ૨કતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇશકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે.
આ અંગદાન જાગૃતિ અંગે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના શ્રીમતી ભાવનાબેન મંડલી, રમેશભાઈ ઠકકર ઉપસ્થિત રહયાં હતાં.અંગદાન અંગેની વિશેષ માહિતી માટે ૯૧૦૬૩૭૯૮૪૨, ૯૪૨૭૭૭૬૬૬૫, ૯૮૨૫૨૫૬૫૭૮,૯૮૨૪૪૫૯૬૯૫, ૯૮૨૪૨૨૧૯૯૯ નો સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *