માનવનાં હાડકા અને તેની શરીર રચનાનું અધ્યયન એ સિદ્ધ કરે છે કે માનવ શાકાહારી પ્રાણી છે. માનવ પ્રાણી અને શાકાહારી પ્રાણીમાં સામ્યતા તથા શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીમાં અંતર ‘માનવ માંસાહારી પ્રાણી નહિ પરંતુ શાકાહારી પ્રાણી છે” એ સ્પષ્ટ કરે છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ માં નીચે મુજબ મુખ્ય અંતર છે.

  1. શાકાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ તેની લંબાઈ કરતા ચાર ગણી વધારે હોય છે અને માંસાહારી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ તેની લંબાઈ જેટલી હોય છે.
  2. માંસાહારી પ્રાણીઓમાં દાંત (રાક્ષસી દાંત) મોટા અને ખૂબ તીક્ષ્ણ હોય છે માનવનાં દાંત નાના હોય છે.
  3. માનવીની લાળ આલ્કલાઇન (aalklain)છે. તેમાં ટાઈલિન નામનો રસ છે જે શર્કરાને પચાવવામાં મદદ કરે છે. માંસાહારી પ્રાણીઓની લાળ એસીડીક છે.
  4. માનવ જઠરનો સ્ત્રાવ માંસ ભક્ષક પ્રાણીઓનાં જઠરના સ્ત્રાવ કરતા પા ભાગ જેટલો જ એસિડિક છે માંસાહારી પ્રાણીઓ ના જઠર નો સ્ત્રાવ અતિ એસિડિક છે કારણ કે તેમને અતિ પ્રોટીનયુકત માંસનું પાચન કરવાનું હોય છે.
  5. માનવીનાં હાથનાં નખો માંસાહારી પ્રાણીઓનાં નખો કરતા ખુબજ નાના હોય છે. માંસાહારી પ્રાણીઓને માંસ ભક્ષણ માટે લાંબા અને અણીદાર નખોની જરૂર રહે છે.
  6. માનવીનાં યકૃતમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં બાઈલ નો સ્ત્રાવ ઝરે છે. પરંતુ માંસાહારી પ્રાણીઓને અતિ ચરબીયુકત માંસનું પાચન કરવાની જરૂર હોવાને કારણે તેમનું યકૃત ખૂબ જ વધારે માત્રામાં બાઇલનું નિર્માણ કરે છે.
  7. દરેક માંસાહારી પ્રાણી જીભ થી પાણી પીવે છે. જ્યારે શાકાહારી હોઠ થી પાણી પીવે છે. જેમ કે સિંહ માંસાહારી પ્રાણી છે બાહ્ય રૂપ શકિતશાળી હોવા છતાં તે જલ્દી થાકી જાય છે. તે ક્રોધી સ્વભાવનો હોય છે. હાથી શાકાહારી પ્રાણી છે પણ તે વધારે શકિતશાળી અને સહનશીલ હોય છે.

-મિતલ ખેતાણી (મો.9824221999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *