
ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને ભેંસ વર્ગની ગેરકાયદેસર કતલ અટકાવવા રજૂઆત
ગુજરાત એનીમલ પ્રીઝર્વેશન એકટ-૧૯૫૪માં ગૌવંશની જેમ ભેંસવર્ગની કતલ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. પરંતુ શરતોને આધીન છૂટ આપવામાં આવી છે. ભેંસવર્ગની ગેરકાયદે કતલ માટે ૧ વર્ષ સુધી જેલ અને રૂા.૧૦,૦૦૦/- ના દંડની જોગવાઈ વર્ષ ૧૯૬૦માં કરાઈ છે. જેમાં ૬૧ વર્ષ પછી પણ વધારો કરાયો નથી. તે ઉપરાંત સાદી જેલની જોગવાઈ છે. કઠોર જેલની જોગવાઈ નથી. સજાની આવી ન્યૂનતમ જોગવાઈઓને કારણે ભેંસની ગેરકાયદેસર કતલ થતી રહે છે. ભેંસની ગેરકાયદેસર કતલ અટકે તે હેતુથી ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં મિતલ ખેતાણી દ્વારા ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને ભેંસ વર્ગની ગેરકાયદેસર કતલ અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં 15 વર્ષની ભેંસ કે પાડાની પરવાનગી વગર કતલ કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવા, ભેંસની કતલ પર પાસા એક્ટ લાગુ કરવા અને તેનો કડક અમલ કરવા, કુરબાની માટે લઈ જવાતા પ્રાણીને સેન્ટ્રલ મોટર વ્હીકલ – 2015 મુજબ વાહનમાં ઉભા કાયમી પાર્ટીશનવાળા વાહનો અને RTOના “સ્પેશિયલ લાઇસન્સ” ફરજિયાત છે. તે ન હોય તો વાહનમાંથી પ્રાણીને ઉતારી પાંજરાપોળમાં મૂકી સુરક્ષિત રાખી ગુનો નોંધવો, કતલ માટે લઈ જવાતા પ્રાણીને કયા કતલખાને લઈ જવાઈ છે તે જોવું, રાજસ્થાનથી કતલ માટે ગુજરાતમાં લાવવામાં આવતા આરોપી અને વાહનો સામે રાજસ્થાનનાં કાયદા પણ લાગુ કરવા,પ્રાણી સંબંધિત ગુનામાં જરૂરી એફ.આઈ.આર દાખલ કરવા, માંસ કે ગૌ માંસ પકડાઈ ત્યારે તેના નિકાલ માટે એકસરખી પદ્ધત્તિ રાખવા જેવી બાબતો અંગે વિનંતી સહ ભલામણ કરવામાં આવી. આ સમગ્ર સૂચનો અંગે ગુજરાતનાં જીવદયા પ્રેમી પંકજભાઈ બૂચનો ખૂબ જ સહકાર મળ્યો હતો.