એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૨, શુક્રવારનાં દિવસે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે. તા.૨૫, નવેમ્બરના રોજ દર વર્ષે ‘સાધુ વાસવાણી મીટ લેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની પવિત્રતા અને સમસ્ત ભારતદેશનાં પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે ગુજરાતનાં જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇનનાં પ્રતિક સંઘાણી , રમેશભાઈ ઠક્કર , ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે. તેમજ ગુજરાત સિવાયના બાકીનાં રાજયોમાં તથા કેન્દ્રશાસીત પ્રદેશોમાં પણ સતાધીશોને પત્ર લખી ઈ–મેઈલ દ્વારા પણ કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા એનીમલ હેલ્પલાઈન દ્વારા વિનંતી કરવામાં આવી છે.
