શ્રી અખિલ ગૌશાળા—પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા રસ્તે રઝડતાં પશુધનને બચાવવા માટે મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજનાની તાત્કાલીક અમલવારી કરવા વિનંતી કરવામાં આવી.

શ્રી અખિલ ગૌશાળા-પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા રસ્તે રઝડતાં પશુધનને બચાવવા મુખ્યમંત્રીશ્રીને બચાવવા રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળામાં મુખ્યમંત્રીશ્રી તરીકે અતી સંવેદનશીલ નિર્ણલ લઈ “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” માટે બજેટમાં ૫૦૦ કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા હતા ત્યારબાદ કેબીનેટમાં મંજુર કરી એક પશુદિઠ ૩૦ રૂપીયા ૧ એપ્રિલ-૨૦૨૨ થી આપવાનું નકકી કરી જાહેરાત કરવામાં આવેલ ત્યારબાદ આજ દિવસ સુધી અમલવારી કરવામાં આવી નથી. સમગ્ર ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓમાં નિભાવ થતા લાખો પશુ નિભાવતી પાંજરાપોળ-ગૌશાળાઓ માટે અતિ કપરો સમય આવ્યો છે. સરકારશ્રી ગૌમાતાના નામે મુખ્યમંત્રીના નામ સાથેની યોજના ”મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” ખાલી જાહેરાત પુરતી થઈ હોય એવું લાગી રહયું છે. જે અતિ દુઃખ દાયક છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરાઈ છે કે ઉપરોકત યોજના તાત્કાલીક શરૂ કરાય.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા અમુક સમયમાં રસ્તે રઝડતા નંદી (આખલા) ઓના ઉપદ્રવથી મોટી સમસ્યાઓ ઉદભવી રહી છે તેના કારણે અસંખ્ય માનવજીવ મોતના મુખમાં ધકેલાઈ રહયું છે. રસ્તે રઝડતા આખલાઓથી રાહદારીઓ અકસ્માતે મૃત્યુને ભેટે છે તો આ પ્રશ્ન અંગે પણ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરાઈ છે.
સમગ્ર ગુજરાતમાં આ વિકટ પરિસ્થિતિનું નિરાકરણ ગ્રામ પંચાયત કે મહાનગરપલીકા દ્વારા શકય નથી. રસ્તે–રઝડતા પશુધનનું ભરણપોષણ કે નિભાવવા માટે એક જ માધ્યમ છે પાંજરાપોળ, ગૌશાળાઓ, ગ્રામ પંચાયત કે નગરપાલીકા કે મહાનગરપાલીકા બિન ઉપજાવ પશુધનને પકડી પાંજરાપોળ ગૌશાળાઓને હવાલે કરે ત્યારે જ આ વિકટ પરિસ્થિતીનું સહજ નિરાકરણ આવશે અને સરકારશ્રીની આ કામગીરી સરળ થઈ જશે અને ગુજરાતની પ્રજાને આ પરેશાનીમાંથી બહાર આવી શકશે તેવી રજૂઆત શ્રી અખિલ ગૌશાળા-પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા કરાઈ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *