- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સંસ્થાની પ્રવૃતિઓમાં ભાગ લેવા સંસ્થાની અપીલ.
મેક્સિકોમાં આવેલી ‘ઈન્ડિયામેક્સિકો’ સંસ્થાની સ્થાપનાં વર્ષ 2017માં 1500 કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના દર્શન પટેલ દ્વારા સાંસ્કૃતિક સમાનતા લાવવા , સંસ્કૃતિનું વિનિમય કરવા તેમજ ભારતીય અને મેક્સીકન નાગરિકોને માહિતીની આદાન પ્રદાન કરવા અને એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકે તેવા હેતુથી કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય ભારતની ભૂમિથી દૂર રહેતા ભારતીય પરિવારોમાં ભારતની સાંસ્કૃતિ , યોગ , ધ્યાન , સંસ્કૃત, હિન્દી અને કલા અંગે માહિતી મળતી રહે અને ભારતીય વારસો વિદેશમાં પણ જળવાઈ રહે. સંસ્થાનું મુખ્ય લક્ષ્ય ભારતની મુલાકાત લેવા માટે અક્ષમ હોય તેવા ભારતીયો માટે ‘ભારતને મેક્સિકો લાવવું’ છે. સંસ્થા દ્વારા દરેક ભારતીય તહેવારો જેમકે, પતંગોત્સવ ,દિવાળી, નવરાત્રી ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. સંસ્થા દ્વારા સંસ્થાની પ્રવૃતિઓમાં ભાગ લેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. સંસ્થાના કાર્યકર્તા અવારનવાર ભારતની મુલાકાતે આવે છે. મુલાકાત દરમ્યાન તેઓ સ્કૂલ, કોલેજોની મુલાકાત લઈને “લાઈફ ટ્રાન્સફોર્મિંગ સેશન” દ્વારા આઇટી તેમજ ભાષાનાં મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. દર્શન પટેલ દ્વારા અત્યારસુધીમાં પૂણે, બેંગલોર, દાર્જીલિંગ, આણંદ, રાજકોટ, જેટપૂર જેવા શહેરોની મુલાકાત દ્વારા 6500થી વધુ વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી છે તેમના દ્વારા ધો.8 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા , કોલેજોમાં પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં મદદરૂપ થવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
- દર્શનભાઈ પટેલ (મો.9712997606).
