યુ.કે.નાં મીનાબેન જગદીશભાઇ દાવડા પરિવારની વતન માટે ગજબની સેવા
ગુજરાતની અનેક ગૌશાળાઓ, માનવતા પ્રવૃતિઓમાં સાથ સહકાર
શ્રી મીનાબેન જગદીશભાઈ દાવડા તથા શ્રી જગદીશભાઈ હિંમતલાલ દાવડા, રાધીકા જગદીશભાઈ દાવડા (લંડન), ભજન અને ગાવાના કાર્યક્રમો કરીને તેમાંથી થતી આવક ગૌમાતા માટે વાપરીને વર્ષોથી સદકાર્ય કરી રહયાં છે. તાજેતરમાં જ તેમની સાથે ભાવનગરના નિવ ફાઉન્ડેશનના શ્રી નરેશભાઈ દવે તથા શ્રીમતી ઈલાબેન દવે પણ તેમની સાથે જોડાયા છે. અને આ કાર્યમાં સહભાગી બન્યાં છે. ગાયો માટે ધાબળા, પાણીની કુંડીઓ, વોટર કુલર, સીલીંગ ફેન, ગૌશાળામાં ગાયોને લાવવા/લઈ જવા એક ટેમ્પો, માંદી ગાયો માટે જમવાનું આપવા માટે સ્ટીલની થાળીના સેટ, હેન્ડલુમનાં તગારા, ગાયોને ઉનાળામાં ગરમીના લાગે તે માટે ફરતી લીલી નેટ બંધાવે છે. ગાયોને શીયાળામાં ઠંડીના લાગે તે માટે ફરતુ પ્લાસ્ટીક બંધાવે છે. તેમણે રૂવાપરી પાસે મોમાઈમાનું મંદિરનું કામ પુરૂ કરાવેલ છે. વોટર કુલર મુકાવેલ છે.અને ઘોઘા રામીયરબાપાનું મંદિરનું કામ પૂરું કરાવેલ છે. રૂવા બજરંગદાસબાપાની મઢુલીએ બ્લોક નખાવીને રોડ કરાવી આપેલ છે ત્યાં પણ પાણીનું વોટર કુલર આપેલ છે, દર ગુરૂવારે બટુક ભોજનમાં ખીચડી-કઢી, ખીચડી-શાક કરાવેલ છે., અમાસ તથા અન્ય દાતાઓનાં બટુક ભોજન કરાવે છે., ડોગી હાઉસ બનાવેલ છે. નિયમીત કુતરાઓ/ગલુડીયાઓને દુધ, બીસ્કીટ તેમજ ચકલાને ચણ નખવે છે.આ મઢુલીમાં જલારામબાપા તથા ખોડીયારમાં તથા હનુમાનજી દાદાના મુર્તિ સાથે મંદીર મુકાવેલ છે. તેજ રીતે ભગતની ગૌશાળા, સીદસર રોડ ઉપર શેડ માટેના પતરા તથા ગાયો માટે પાણીની કુંડીઓ મુકાવેલ છે. અને ફુલસરીયા હનુમાનજી ગૌશાળાએ ગાયો માટે પાણીની કુંડીઓ મુકાવેલ છે અને પાતેશ્વર મહાદેવ ગૌશાળામાં ગાયો માટે પાણીની કુંડીઓ મુકાવેલ છે. ગરીબોને/બાળકોને અવાર–નવાર ભોજન કરાવે છે. ગરીબોને બ્રાહમણોના કુટુંબોમાં સીધાઓ આપે છે. રાધાક્રિષ્ના ગૌશાળા, રાજકોટમાં ગમાણ કરાવી આપેલ છે. અલખધણી ગૌશાળા, કાન્તાબેનની ગૌશાળા રાજકોટમાં આવેલ છે ત્યાં પાણીના અવેડા તથા ગમાણો કરાવી આપેલ છે. ઉમીયાજી ગૌશાળા, રાજકોટ માં છે ત્યાં અવેડા કરાવી આપેલ છે. ચોબારી ગૌશાળામાં અવેડા, શેડના પતરા, પાણીનો ટાંકો, વગેરે કરાવી આપેલ છે. ઝુપડપટ્ટીવાળા ગરીબોના ઘરમાં સ્ટીલના થાળી – વાટકીડીશ – ગ્લાસ ચમચીના સેટ ૫-૫ નંગ દરેક ઝુંપડપટ્ટીમાં આપેલા છે. ગરીબોને ચંપલો તથા શીયાળામાં ગરમ સ્વેટરો, ધાબળાઓ આપેલ છે.બટુક ભોજન તો મહીનામાં ૩ થી ૪ વખત કરાવે છે. વિકાસ ગૃહની અનાથ બહેનોને, બાળકોને દર વર્ષની દિવાળી ઉપર ડ્રેસ, ચણીયાચોળી, કટલેરી વિગેરે આપે છે.ઝુપડપટ્ટીઓમાં ઘરે ઘરે દિવાળી ઉપર ફટાકડાઓ તથા ફરસાણ તથા મીઠાઈ આપે છે. વિકલાંગ ગરીબ ભાઈઓ, બહેનોને હરીદ્વાર-ઋષીકેશ જાત્રા કરાવેલ છે. કોરોના લોકડાઉનમાં ૪૦૦ થી વધારે ગરીબોના ઘરમાં સીધાની કીટો આપેલ છે. કોરોના દરમ્યાન અલગ અલગ સ્મશાનોમાં લાકડાઓ અંતીમ સંસ્કારો માટે આપેલા છે. કોરોના દરમ્યાન હોસ્પીટલોમાં દર્દીઓને મોસંબી જયુશ તથા ખાખરાઓના પેકેટ તથા સેવ–મમરાઓના પેકેટ તેમજ ફુટ આપેલા છે. વિદેશમાં રહીને પણ દેશવાસીઓ માટે વિચારવું અને નિઃસ્વાર્થ સેવા કરવી એ ખરેખર સરાહનીય છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, ધીરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ સહિતનાની ટીમે મીનાબેન દાવડાનાં વતનપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાને બિરદાવ્યાં છે.