

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક ‘આયુષ્માન ભારત યોજના’ છે. જે હવે ‘આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી યોજના’ તરીકે ઓળખાય છે. યોજના દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેના દ્વારા જેની પાસે આયુષ્માન કાર્ડ હોય તેવી વ્યક્તિ પસંદગીની હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દી નારાયણ અને દરિદ્ર નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કઢાવવાની ફી ચૂકવી શકતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશન દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવે છે. આ નિ:શુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ 14 મે રવિવારે સવારે 8:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી સુવર્ણભુમી એપાર્ટમેન્ટ, દુકાન નંબર 06 બીજો માળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, નાનામોવા, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કુટુંબનું રેશન કાર્ડ (રેશનકાર્ડ બાર્કોડેડ તથા લિંક કરેલું હોવું જોઇએ), કુટુંબના મુખ્ય વ્યક્તિનું આધારકાર્ડ, મામલતદાર તરફથી મળેલ કુટુંબનો આવકનો દાખલો, ફોર્મ અને ફોટો, રેશનકાર્ડની નકલ, અરજદારનું આધારકાર્ડ, અરજદારનું ચૂંટણીકાર્ડ, આવકનો આધાર : ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કરતા હોય તો તેની નકલ અને ન કરતા હોય તો કોર્પોરેટરનો દાખલો, પેન્શનરના કિસ્સામાં તિજોરી કચેરીનું પેન્શન સ્ટેટમેન્ટ, સરકારી નોકરીયાતના કિસ્સામાં ફોર્મ નં 16, પ્રાઇવેટ નોકરીમાં આખા વર્ષની ઈનકમ કંપનીના લેટર પેડ પર, સેલ્ફ ડિકલેરેશનની જરૂરીયાત છે. કેમ્પ માટે રેશનકાર્ડમાં જેનું નામ મુખ્ય હોય તેમણે જ આવવાનું છે. આ કેમ્પ ફક્ત નવા કાર્ડ માટે જ છે સાથે રાખવાની રહેશે. આ કેમ્પનો લાભ મેળવવા અગાઉ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન તા. 13 મે, શનિવારે સાંજનાં 7 વાગ્યા સુધીમાં (મો. 9824212460) પર ફોન મારફત કરાવી લેવા યોગેશભાઈ પાંચાણીની યાદીમાં જણાવાયું છે.