
મનુભાઈ મીરાણી સંચાલિત “શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)” દ્વારા રઘુવંશી ડોક્ટર્સ યુવક–યુવતીઓ માટે “શ્રી રઘુવંશી ડોકટર્સ માહિતી કેન્દ્ર’ શરૂ કરાયું
સમગ્ર વિશ્વનાં લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સને ભાગ લેવા આમંત્રણ
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્રારા ૨૦ વર્ષથી લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક, યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. મનુભાઈ મીરાણી દ્વારા રઘુવંશી ડોકટસ યુવક-યુવતીઓ માટે’ શ્રી રઘુવંશી ડોકટર્સ માહિતી કેન્દ્ર’ શરૂ કરાયું છે. આ માહિતી કેન્દ્રમાં લગ્નોત્સુક અપરિણીત રઘુવંશી ડોકટર્સની વિગતો મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ પર વ્હોટસએપ અને khetanimital@yahoo.com પર ઈ–મેઇલ કરવા વિનંતી છે. વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩) પર સંપર્ક કરવો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨ ની સાલથી ૫.પૂ. રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી મનુભાઈ મીરાણી ફુલટાઈમ સમાજ સેવા કરી રહયાં છે. રઘુવંશી નિઃશુલ્ક વેવીશાળ માહિતી કેન્દ્રની સેવા ઉપરાંત દર્દીનારાયણ, દરીદ્નારાયણ, અબોલ જીવો—ગૌમાતાની સેવા, થેલેસેમીયા નાબૂદી અભિયાન, જરૂરીયાત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય, મેડીકલ સહાય વિગેરેમાં પણ મનુભાઈ યથાશકિત તન, મન, ધનથી પ્રદાન આપી રહયાં છે. હાલમાં દર રવિવારે સવારે ૧૦–૦૦ થી બપોરે ૨–૦૦ વાગ્યા સુધી શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે મનુભાઈ મીરાણી નિઃશુલ્ક સેવા આપે છે.