અનેકવિધ સત્કાર્યો – માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક – સેવામય ઉજવણી
રસ ધરાવતાંઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ


રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠક્કર ૭૩ માં જન્મદિન નિમીતે અનેકવિધ સત્કાર્યો – માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક સેવામય ઉજવણી કરાઈ રહી છે જેના ભાગરૂપે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા હોટેલ ભાભા, જવાહર રોડ, રાજકોટ ખાતે ગૌ સંસ્કૃતિ જાગરણ સંમેલન’ તા. ૨૫/૦૫/૨૦૨૨, બુધવારના રોજ રાત્રે ૦૮–૦૦ કલાકેથી યોજાશે. જેમાં ગૌવિજ્ઞાની ૫. પૂ. સાધ્વીજી દેવરક્ષિતાજી મ.સા. પોતાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન આપણને સૌને આપશે. આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા પોતાનું માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનનાં પ્રમુખ મિતલ ખેતાણી, ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, ગૌરાંગભાઈ ઠકકર, ડો. મયંકભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, દુષ્યંતભાઈ મહેતા, અમીતભાઈ સંઘવી, જયદીપભાઈ વોરા, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.નં.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.નં.૯૯૯૮૦૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.