જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં હજારો પાંજરાપોળો ગૌશાળાઓનાં ટ્રસ્ટીવર્યો અથાક પુરુષાર્થથી લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન કરે છે. આર્થિક વ્યવસ્થા, ઘાસ-ચારાની ઉપલબધ્ધા, જમીન અંગેનાં કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા શ્રમણ સંઘીય જૈન દિવાકર ચૌથમલજી મહારાજ સાહેબની ૧૪૪ મી જન્મજયંતી નિમીતે શ્રમણ સંઘ મંત્રી, ગૌ–રક્ષણ હિમાયતી રાષ્ટ્રીયસંત પૂ. કમલમુનિજી કમલેશ ઠા.૦૬ ની પાવનનિશ્રામાં ગૌ આધારીત અર્થ વ્યવસ્થા અને ગૌ વિજ્ઞાન” અંગે ગૌશાળા-પાંજરાપોળોના સ્વાવલંબન માટે “જીવદયા સંમેલન” નું આયોજન તા.૨૧ નવેમ્બર, રવીવારના રોજ સવારે-૧૦ કલાકેથી શ્રી રોયલ પાર્ક સ્થાનક્વાસી જૈન મોટા સંઘ ઉપાશ્રય (/૮ રોયલ પાર્ક, કે.કે.વી. સર્કલ તથા ઈન્દિરા સર્કલની વચ્ચે, રાજકોટ) ખાતે કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સન્માનીત, ગૌરક્ષા, વ્યસન મુકિત, પર્યાવરણ, સર્વધર્મ સદભાવ,અહીંસા તથા રાષ્ટ્રીય એકતાના સજાગ પ્રહરી, ક્રાંતિકરી રાષ્ટ્રસંત કમલમુનિ કમલેશ મહારાજ સાહેબની નીશ્રા પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રસંત કમલમુનિ કમલેશ મહારાજ સાહેબ કાશ્મીર થી કન્યાકુમારી સહિત સમગ્ર ભારતની ૭૦ હજાર કિ.મી.ની પદયાત્રા કરીને અત્યારે રાજકોટ ખાતે પધારેલ છે.
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, જાહેર જીવનમાં જીવદયાપ્રેમીઓનું પ્રદાન, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેનાં વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલનાં કાયદાઓનાં કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓનાં આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોન વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર, સંસ્થાઓને કાયમી સબસીડી સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે. કોરોના પ્રોટોકોલનાં સરકારી નિયમોનું પૂરતું પાલન કરીને સેનીટાઈઝરની વ્યવસ્થા, સોશ્યલ ડીસ્ટન્સ મેઈન્ટેઈન કરાવીને, માસ્ક અચૂક પહેરીને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનના મુખ્ય વકતા તરીકે ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનના મુખ્ય મહેમાનો ડો. પ્રદિપભાઈ ડવ (મેયરશ્રી, રાજકોટ), કમલેશભાઈ મીરાણી (પ્રમુખશ્રી, શહેર ભાજપ), શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયરશ્રી,રાજકોટ), જયોતીન્દ્રમામા મહેતા (સહકારી અગ્રણી), પ્રવીણભાઈ કોઠારી (પ્રમુખ શ્રી ગોંડલ નવાગઢ જૈન સંઘ), હરેશભાઈ વોરા (પ્રમુખ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ),જીતુભાઈ દેસાઇ (પ્રમુખ શ્રી દાદાવાડી સંઘ), બકુલભાઈ રૂપાણી (રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ), અમીનેષભાઈ રૂપાણી (જૈન શ્રેષ્ઠી), એડવોકેટ કમલેશભાઈ શાહ (જૈન શ્રેષ્ઠી), જીતુભાઈ બેનાણી (જાણીતા બીલ્ડર્સ), વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ/બળદ આશ્રમ,રાજકોટ), ડો. પ્રભુદાસ તન્ના(શ્રીજી ગૌશાળા), રજનીભાઈ પટેલ (સેવાભાવી અગ્રણી), ચંદેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા), રાકેશ ડાગા (શ્રી અખિલ ભારતીય સાધમાર્ગી જૈન સંઘ-કલકતા) ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં કલકતાથી અજયકુમાર ડાગા, રોહીત નાહટા, રવીશંકર ગુપ્તા (શ્રી અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંઘ–કલકતા) ખાસ ઉપસ્થિત રહેશે.
આ સંમેલનમાં વિશેષ સહયોગ મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, ઉતમચંદજી સંચેતી, ચૈનસુખલાલજી સંચેતી, સંપતલાલજી શાંખલા તથા શ્રી અખિલ ભારતીય જૈન દિવાકર વિચાર મંચ (દિલ્હી) શાખાનો મળ્યો છે.
આ સંમેલનની અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રકાંતભાઈ શેઠ (મો.૯૮૨૪૦૪૩૭૬૯), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), ડોલરભાઈ કોઠારી (મો.૯૮૨૫૩૧૭૩૩૩), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦૩૦૩૯૩), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ધીરૂભાઈ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬) તથા પ્રોજેકટ કમિટીના બીપીનભાઈ પારેખ (૯૮૨૫૪૮૦૮૭૫), શૈલેષભાઈ માંઉ (મો.૯૯૭૯૭૬૮૦૦૦), કેતન સંઘવી (મો. ૭૭૭૮૯૫૨૪૪૮),જગુભાઈ દોશી, દિલીપભાઇ મહેતા, કેતન શેઠનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *