ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૮૨ મું પંડિત દિનદયાળ અમૃત સરોવરનાં નિર્માણ કાર્ય હેતુ એક મીટીંગ યોજાઈ
‘જળ એ જ જીવન’ ના આદર્શ પર કાર્યરત ‘ગીરગંગા પરીવાર ટ્રસ્ટ’ વર્ષાના પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃતિ અને પર્યાવરણના જતન અને સંરક્ષણ હેતુ તુટેલા ચેકડેમનાં પુનઃસ્થાપન, ઉંચા કે ઉંડા કરવા તેમજ પાકૃતિક જળપ્રવાહમાં માર્ગમાં આવતા સરોવરના નિર્માણ કાર્યમાં લોકભાગીદારીથી રાષ્ટ્ર અને પ્રકૃતિનાં હિતમાં આપ સહુના સહકારથી ટુંક સમયમાં પાંચ માસથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સંસ્થા નાનામોટા ૮૧ તળાવનાં પુનઃ સ્થાપન અને નિર્માણમાં ફળ રહી છે.
હાલ ખૂબ જ ઝડપથી વિકસી રહેલ ગ્રેટર રાજકોટ વેસ્ટનાં નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ, વોર્ડ ક્રમાંક ૧૧ માં ખૂબ જ ઉંચાઈ ધરાવતા વિશાળકાય મહાલયો, હાઈરાઈઝ બાંધકામ ચાલુ છે આમ આ વિસ્તાર અત્યંત ઝડપથી વિકસી રહયો છે. ત્યાં ૧૦ હજાર થી વધુ પરીવારો વસવાટ કરે છે. હાલના સંજોગોમાં આ વિસ્તારમાં સર્ફેસ વોટરની કોઈ જ જોગાવઈ નથી ત્યાં હાલમાં ૨૫૦૦ ફુટના ભુખરી વિંધીને પાણી જમીનમાંથી ખેંચવામાં આવે છે તે પાણી પીવા લાયક હોતું નથી અને તે પાણીથી હાઈરાઝ બીલ્ડીંગની પાઈપલાઈન ખૂબ જ નુકશાન થાય છે ત્યારે આ વિસ્તારનાં રહીશોને ખુબ જ ખર્ચાળ એવા વોટર ટેન્કર મંગાવી વાપરવાના અને બજારૂ વોટર બોટલ આધારે પીવાના પાણી ખરીદવાની ફરજ પડે તે સહજ છે. આ વિસ્તારનાં નિર્જળ થઈ રહેલ ભુગર્ભ જળ ભંડારને પુનઃ જીવીત કરવા વર્ષાજળના પ્રત્યેક બુંદનાં સંચય કરવા ઉપરોકત વિસ્તારમાં તત્કાલીક કલેકટરના દિશા નિર્દેશ અનુસાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અમૃત સરોવરની સંકલ્પનાં ને સાકાર કરતું અંદાજે ૧૫ વિધાના વિસ્તારમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય નિર્મળ સરોવર નિર્માણનું કાર્ય ગીરગંગા પરીવાર ટ્રસ્ટ રાજકોટના માધ્યમ દ્વારા ૮૨ મું વિશાળ સરોવર સાકાર થવા જઈ રહયું છે. આ સ્તુત્ય કાર્યમાં જોડવાના ઉદેશથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉપરોકત સરોવરનું નિર્માણ થવાથી આજુબાજુના રહીશોને પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થશે તેમજ રંગીલા રાજકોટવાસીઓને વધુ એક ફરવાનું સ્થળ પ્રાપ્ત થશે, નાના બાળકોને રમવા માટે ત્યાં સુંદરમજાના બગીચામાં ૨મત–ગમતના સાધનો મુકવામાં આવશે તેમજ ડેમની ફરતે વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે. સીનીયર સીટીઝન માટે પણ એક નવું નજરાણું પ્રાપ્ત થશે.
આ પ્રસંગે રાજકોટના નવ નિયુંકત કલેકટર શ્રી પ્રભવ જોષી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, જમનભાઈ (ડેકોરા બીલ્ડર), ભીખુભાઈ વીરાણી (બાલાજી વેફર્સ), ભરતભાઈ પરસાણા (ગૌભકત), ભરતભાઈ ગાજીપરા, બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), મોટામોવાના ભૂતપૂર્વ સરપંચ વિજયભાઈ કોરાટ, કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, ફર્નાડીસભાઈ તથા યોગેશભાઈ ગરાળા (એકવા), અશોકભાઈ શીંગાળા (આકાશ પાર્ટી પ્લોટ), ડી.વી.મહેતા (જીનીયસ સ્કૂલ), રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ), ખાંભા-જી.આઈ.ડી.સી. પ્રમુખ ભરતભાઈ ટીલવા,પ્રવિણભાઈ ભુવા, સતીષભાઈ બેરા, વસંતભાઈ ખાંટ, ગોપાલભાઈ બાલધા (નિવૃત જી.ઈ.બી. અધીકારી), હિતેશભાઈ પોપટ (એમ.ટી.વી.), પ્રકાશભાઈ કનેરીયા, રામજીભાઈ ગઢીયા, ભરતભાઈ સુરેજા, શૈલેષભાઈ શીંગાળા, દેવાભાઈ શીંગાળા, દિનેશભાઈ શીંગાળા, બાબુભાઈ શીંગાળા, હાર્દિકભાઈ શીંગાળા, જીતેશભાઈ શીંગાળા, ભરતભાઈ શીંગાળા તથા શીંગાળા ચંદકાન્તભાઈ ડઢાણીયા (૨વી બીલ્ડર) તથા દિનેશભાઈ ભટ્ટ (રંગોલી પાર્ક), વ્હાઈટ હેવન નીતીનભાઈ દુદાણી, અશોકભાઈ કાલરીયા (તુલસી ગ્રીન)ના તમામ ફ્લેટ ધારકો તથા લતાવાસીઓ બહેનો ઉપસ્થિત રહી કલેકટર સાહેબનો ખૂબ આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરીવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), ભરતભાઈ ભુવા, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, રતીભાઈ ઠુંમર, લક્ષ્મણભાઈ શીંગાળા, વિઠ્ઠલભાઈ બાલધા, મહેન્દ્રભાઈ કાલરીયા, ભરતભાઈ પીપળીયા, ભુપતભાઈ કાકડીયા, માધુભાઈ પાંભર, અશોકભાઈ મોલીયા, બચુભાઈ ધામી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ અંગેની વિશેષ માહિતી માટે દિલીપભાઈ સખીયા (મો.૯૪૨૭૨ ૦૭૮૬૮), દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.