સમગ્ર ભારતમાં ખ્યાતનામ ગૌ તિર્થ શ્રીજી ગૌશાળાનાં ડો. પ્રભુદાસભાઈ તન્ના (પંચગવ્ય ચિકિત્સક) દ્વારા ‘શ્રીજી ગૌશાળા’ ખાતે ગાયોને લમ્પી વાઈરસના રક્ષણ માટે એક દેશી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ તો જે ગાયો/પશુને લમ્પી વાયઈસનો ચેપ લાગ્યો છે તે બધા પશુ માટે એક અલગ જ પ્રકારનો વોર્ડ ઉભો કરાયો છે. ગાયોના ઈલાજ માટે સૌપ્રથમ એક મોટા તપેલાની અંદર ફટકડી નાંખી તે પાણી ખૂબ ઉકાળવું, તેમાં કડવો લીમડો અને હળદર નાંખી આખી રાત પલળવા દેવાનું સવારે તેને પંપમાં ભરી અને ગાયો છટકાંવ કરવાનો અને છટકાંવ કર્યા પછી, લીમડાની ચટણી બનાવી તેમાં હળદર અને કપુર નાંખી જયાં જયાં ગાયોને લમ્પી વાઈરસની ફોડલી પાકી ગઈ હોય ત્યાં આ લેપ લગાડવો અને વધુમાં ગાયોને લીમડો ખાણમાં ખવડાવવો લીમડો સંપૂર્ણ પણે એન્ટીબાયોટેક છે. આ રોગ સામે પશુને જલ્દી સાજા કરવા માટે ખૂબ મહત્વનો ભાગ લીમડો ભજવે છે. પછી રોટલી બનાવવી તેમાં દેશી ગાયનું શુધ્ધ ઘી, તીખા પાવડર, હળદર નાંખી રોટલીમાં ચોપડી એક-એક રોટલી જે ગાયોને ખવડાવી જેથી ગાયોની ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતીકારક શકિત વધી જશે જેથી પશુ ઝડપથી સારા થઈ જશે. જે ગાયોને લમ્પી વાઈરસનો ચેપ લાગી ગયો છે તેના વોર્ડમાં દેશી ધૂપ કરવાનો જેમાં ગોબરના છાણા, ગાયનું ઘી, હળદર, ગુગળ, કપુર અને લીમડા નો ધૂપ કરવાનો જેથી ચેપ વધતો અટકશે અને આ ધૂપ કરવાથી વાતાવરણ શુધ્ધ થશે જેથી લમ્પી વાઈરસના કીટાણું મરશે અને પશુધન બચી શકશે.

અત્રે ઉલ્લેખની છે કે ગૌ તિર્થ શ્રીજી ગૌશાળાનાં ડો. પ્રભુદાસભાઈ તન્ના દ્વારા શ્રીજી ગૌશાળા દ્વારા ગૌ મૂત્ર, ગોબર વિ. પંચગવ્યથી નિર્મિત ૪૦ થી વધુ ગૌ પ્રોડકટસનું નિમાર્ણ કરવામાં આવે છે અને લોકોને ગૌ પ્રોડકટસનો ઉપયોગ કરવા અવાર-નવાર શ્રીજી ગૌશાળા ખાતે કાર્યક્રમો યોજી તેની માહિતી આપવામાં આવે છે. લમ્પી વાઈરસ અને દેશી ઇલાજ અને માર્ગદર્શન માટે મો. ડો. પ્રભુદાસ તન્ના મો.૯૮૨૫૪ ૧૮૯૦૦,રમેશભાઈ ઠકકર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬ નો સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *