
અત્યાર સુધીમાં 1400 ગાય, ભેંસને અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઈન દ્વારા નિઃશુલ્ક રસી અપાઈ
આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં મળતા સતત આશીર્વાદ
ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે.
આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી. ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓ ખાવા-પીવાનું છોડી દેવું. લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા. આ રોગને નિયંત્રણમાં લાવવા માટે ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા , પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન ,રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / મો. ૯૮૯૮૯૯૪૯૫૪) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિઃશુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સ નાં ટ્રોલ ફી નં. ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. અત્યાર સુધીમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા શેની એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા , સદભાવના બળદ આશ્રમ , કામધેનુ ગૌશાળા , વિશ્વનીડમ ગુરુકુલમ્ – ઈશ્વરીયા , વિજયાવંત ગૌ શાળા , કામધેનુ ગૌશાળા – કોઠારીયા , મામાપીર ગૌશાળા કોઠારીયા , બટુક મહારાજ ગૌશાળા , ગાયત્રી આશ્રમ રતનપર , રામચરિત ગૌશાળા રતનપર , ચંદ્ર મોલેશ્વર ગૌશાળા , ઓમ શાંતિ ગૌશાળા , નંદિની ગૌશાળા જેવી ગૌ શાળાઓમાં ગાય અને ભેંસને ૧૪૦૦થી વધુ લમ્પી રોગની નિઃશુલ્ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટ ના આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે.
લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / મો. ૯૮૯૮૯૯૪૯૫૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
