ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ  ફેલાવો થાય છે.

આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી. ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓ ખાવા-પીવાનું છોડી દેવું. લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા. આ રોગને નિયંત્રણમાં લાવવા માટે  ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / મો. ૯૮૯૮૯૯૪૯૫૪) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિઃશુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સ નાં ટ્રોલ ફી નં. ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધીરેન્દ્રભાઈ કાનાબાર , પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે. આ અંગેની વિશેષ માહિતી માટે મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / મો. ૯૮૯૮૯૯૪૯૫૪ નો સંપર્ક કરવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનની યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *