તા.13 મી ઓગસ્ટ એ ડીસીઝડ ઓર્ગન ડોનેશન Deceased Organ Donation અથવા તો ડીસીઝડ ઓર્ગન હાર્વેસ્ટીંગ Deceased Organ Harvesting દિવસ છે, આ આખું સપ્તાહ પણ તે માટે હોય છે. આ અંગ્રેજીનું સાદુ–સીધું ગુજરાતી કરીએ તો બ્રેઇન ડેડ વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે થતું અંગોનું દાન. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારીત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે તે માટે ઘણી શોધો કરી છે. કૃત્રિમ વ્યવસ્થાઓ (શ્વસન માટે Ventilator કિડનીની નિષ્ફળતા વખતે Dialysis Machine વગેરે) મશીનોની શોધો તો કરી છે. પણ તોય કુદરતી અવયવોનું સ્થાન એ કૃત્રિમ મશીનો અત્યારે તો લઇ શકે તેમ નથી. પણ વિજ્ઞાને અને તબીબી વિજ્ઞાને એક લાજવાબ વ્યવસ્થા ઉભી કરી છે અંગ પ્રત્યારોપણ (Organ Transplant) ની. જીવંત અવયવો જો મળી જાય ને જેના અવયવો કામ નથી કરતા એવી વ્યકિતમાં તેનું પ્રત્યારોપણ થાય તો એ વ્યકિત (દદી )ને નવું જીવન મળે છે. આ માટે જરૂર પડે છે માનવીનાં અંગોની. આ અંગોની સતત ખેંચ હોય એ સ્વાભાવિક છે. કેટલાંક દર્દીઓને તેમનાં સગા—સ્નેહીનાં અંગ મળી જતાં હોય છે, પણ આ મુખ્ય અંગોની ગંભીર માંદગીવાળા હજારો દર્દી એવાં અંગો માટે તરસતાં હોય છે. બીજી તરફ માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યકિતના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યકિતનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યકિત Brain Dead (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યકિતનાં કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે. આ કાર્ય (Cadaver Organ Harvesting અથવા તો Cadavor Organ Donation) એટલે કે કેડેવર ઓર્ગન હાર્વેસ્ટીંગ અથવા કેડેવર ઓર્ગન ડોનેશન તરીકે ઓળખાતું હતું. હવે અંગ્રેજી શબ્દ Cadavor (ડેવર) ને બદલે Deceased Organ (ડીસીઝડ ઓર્ગન) તરીકે ઓળખાય છે. To Decease (ડીસીઝ) એટલે મૃતપ્રાય થવું, મરણ પામવું એના પરથી વિશેષણ Deceased (ડીસીઝડ) જેનો અર્થ થાય છે હાલમાં મૃત્યુ પામેલું. સેંકડો વ્યક્તિઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઇ શકે.
વિદેશોમાં આ ડીસીઝડ ઓર્ગન હાર્વેસ્ટીંગ (Decease Organ Harvesting) ની પ્રવૃતિ ખૂબ મોટાપાયે થતી હોય છે. દુનિયામાં ભારત અંગદાનના કિસ્સામાં ખૂબ જ પછાત છે. ભારતમાં બ્રેઇન ડેડ અંગદાન ખૂબ જ ઓછા થાય છે. વિશ્વમાં અંગદાનમાં સૌથી મોખરે ટચૂકડો દેશ ક્રોશિયા છે. જયાં દર દસ લાખે ૩૬.૫ અંગદાન થાય છે. સ્પેનમાં દર દસ લાખે ૩૫ અંગદાન થાય છે. તામિલનાડુ સરકાર અને મોહન ફાઉન્ડેશન જેવાં એનજીઓએ જબરજસ્ત કામ કર્યુ છે. દેશમાં આર્થિક વિકાસ આડે ભલે ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો, રોટરી કલબ, લાયન કલબ જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે.
એકનું અંગદાન એટલે આઠને જીવતદાન

એક બુજાતી જયોતથી આઠ જીવનદીપ ઝળહળતા થાય તે તેથી વધુની શગ સંકોરાઇ શકે આપણે શરીરમાં કોઇ વસ્તુ આપવાના દાન તરીકે રકતદાન અને ચક્ષુદાનથી ખૂબ જ પરિચીત છીએ. અલબત રકતદાન, અંગદાન સાથે જોડાતું નથી. તો ચક્ષુદાન થોડી અલગ બાબત છે. ચક્ષુદાનમાં કોઇપણ રીતે મૃત્યુ પામેલી વ્યકિતની આંખો આપી શકાય છે. આંખો સારી હોય, આંખની સીધી કોઇ બિમારી ન હોય તો અન્ય બિમારીથી કે અન્ય કોઇપણ રીતે મૃત્યુ પામનારની આંખો દાનમાંઆપી શકાય છે. એમાં દૃષ્ટિ સારી હોય તો ઉંમરનો પણ ઝાઝો બાધ આવતો નથી. પણ અંગદાન થોડું અલગ છે.
અંગદાનને વિગતે સમજીએ તે પહેલાં માનવ શરીરનાં કેટલાં અંગોનું દાન થઇ શકે છે તે જોઇએ. મૃત માણસનાં આંખો, હૃદયના વાલ્વ, બોન (હાડકાં), ચામડી અને બ્રેઇન ડેડ લીવર, પેન્ક્રીયાસ, કિડની, ફેફસાં, હ્રદય, હાથ અને નાનું આતરડું આટલાં અંગો અન્ય માણસને જીંદગી બક્ષવા કામ લાગી શકે છે. મતલબ કે માનવ શરીરનાં આટલાં અંગોનું દાન થઇ શકે છે. એક વ્યકિતના અંગદાનથી સાત થી આઠ જેટલાં મરણાસન્ન દર્દીને જીવતદાન આપી શકાય છે. એક બુઝાઇ રહેલા દીપકથી ૭ થી ૮ જલાવી જળાંહળાં કરી શકાય છે. એટલે આ એક દૈવીપ્રક્રિયા ગણાય. અહીં હવે અંગદાન સંદર્ભે વ્યકિતના મૃત્યુનો પ્રકાર અતિ મહત્વનો બને છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ થયો તે Cadaver Organ Donation કે Deceased Organ Donation અને Tessues Donation બંને વ્યકિતના મૃત્યુની પ્રક્રિયાના આધારે જુદાં પડે છે.માણસનું મૃત્યુ વયથી, કોઇ ચોકકસ રોગમાં માંદગી ભોગવવી, અકસ્માત થવાથી (કોઇપણ પ્રકારનો), આત્મહત્યા કરવાથી કે એકાએક હૃદયરોગનો તીવ્ર હુમલો આવવાથી થાય છે. આ પ્રકારે થયેલા મૃત્યુમાં મૃતક વ્યકિતનાં જેને Tessues (ટીસ્યુઝ) કહેવાય છે એ અને કેટલાંક જ અંગો કામમાં લાગે છે. કારણ કે આ પ્રકારના મૃત્યુમાં શ્વસનક્રિયા બંધ થઇ જાય છે, એટલે શરીરને મળતો પ્રાણવાયુ બંધ થાય છે. ને એક—બે કે પાંચ—દસ મીનીટમાં મહત્વનાં અંગો મૃત બને છે. નકામાં બને છે. પરંતુ આંખ, ચામડી, હાડકાં અને હાર્ટ વાલ્વ ઓકસીજન વિના પણ ખાસ્સો એક બે કલાકથી વિ.ના દર્દીને કામ લાગે.
ચાર-પાંચ કલાક સુધી ટકી રહે છે. આવા મૃત્યુમાં આ બધાં રોગો અંગો દાનમાં આપી શકાય છે. જે અંધ વ્યકિતને દૃષ્ટિ આપે, હૃદયના વાલ્વ ખરાબ હોય તેમને વાલ્વ બદલી શકાય, દાઝેલા દર્દીઓને ચામડી ખપમાં લાગે અને હાડકાં ફેકચર
બીજા પ્રકાર અંગદાનનો છે ડીસીઝડ ઓર્ગન ડોનેશન કે કેડેવર ઓર્ગન ડોનેશન Cedevar Organ Donation. આ પ્રકારમાં વ્યકિત Cardiac Dead નથી, પરંતુ Brain Dead બને છે. વાહન અકસ્માતથી, પડવાથી, માથા પર કોઇ વસ્તુનો ઘા કે ટકકર થવાથી, બ્રેઈન હેમરેજ થવાથી કે અન્ય કોઇપણ રીતે મગજ કાર્ય કરતું બંધ થઇ જાય, મગજને કોઇપણ તબીબી ઇલાજથી પુનઃ કાર્યરત કરવું અસંભવ બની જાય ત્યારે તબીબી ભાષામાં એને Brain Dead (બ્રેઇન ડેડ) સ્થિતિ કહેવાય છે. આ રીતે મગજ મૃત બનેલી વ્યક્તિનાં જીવંત થવાની શકયતાઓ શૂન્ય હોય છે. પણ તેના શરીરની હાલત જીવંત હોય છે. તેના શ્વાસોશ્વાસ વેન્ટિલેટર મશીનથી ચાલુ હોય છે, શરીરનાં બીજા અંગો (મગજ સિવાય) સંપૂર્ણપણે સક્રિય અને સાબૂત હોય છે. વ્યકિત વેન્ટીલેટરઅમુક દિવસો સુધી યથાવત હાલતમાં રાખી શકાય છે. પણ એ મૃત અવસ્થા જ છે. આ હાલતમાં એ બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગો હૃદય, ફેફસાં, પેન્ક્રીયાસ, લીવર, કિડની અને નાનું આંતરડું એકદમ જીવંત હોય છે. મગજ મૃત વ્યકિત માટે આ અંગો નકામાં છે. એ સમયસર નિર્ણય ન લેવાય તો કાં રાખ થાય કે કબરમાં માટી થાય. પણ એ જ અંગો જે કોઇ દર્દીનાં એ અંગ કે અંગો સંપૂર્ણ નકામાં થઇ ગયાં છે અને અપાય તો એ મૃતપાય બનેલા દર્દીને નવજીવન મળે છે.
તા.29/9/2021ના રોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા વચ્ચે રાજકોટ શહેરના હેમુ ગઢવી હૉલ માં અંગદાન જાગૃતિ અંગેનો મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં રાજકોટ, જામનગર થી થયેલા અંગદાતા ના સગાનું સન્માન કરવામાં આવશે અને રાજકોટ શહેરના જ આ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર્સ પાસેથી અંગદાન જાગૃતિના આ સૌ પ્રથમ કાર્યક્રમ માં શ્રી દિલીપભાઇ દેશમુખ ખાસ વ્યક્તવ્ય આપવાના છે. તેઓએ ગુજરાત રાજ્યમાં અંગદાન જાગૃતિ નું અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે અને આ અભિયાનમાં રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ અને યુવા અગ્રણી શ્રી હર્ષિત પ્રહલાદભાઈ કાવર , ઓર્ગન ડોનેશન ફાઉંડેશન અને બોલબાલા ટ્રસ્ટે સંપૂર્ણ સહકાર આપ્યો છે .

બુધવારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના જાહેર જીવનના વિવિધ શ્રેષ્ઠીઓ, કાર્યકર્તાઓ, ડોક્ટર્સ મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. રસ ધરાવતા સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આ કાર્યક્રમનાં આયોજકો દ્વારા અપાયું છે. પત્રકાર મિત્રોને આ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી મળી રહે તે માટે રાજકોટમાં એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અંગદાન અંગેની તેમજ આ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટાએ આપી હતી અને મેડિકલ ક્ષેત્ર અંગેનાં પત્રકાર મિત્રોની પ્રશ્નોતરીનો જવાબ પણ આ ડોક્ટર્સ મિત્રોએ આપ્યો હતો. સમગ્ર પત્રકાર પરિષદનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટના સંપૂર્ણ સહકારથી અને યુવા અગ્રણી હર્ષિત પ્રહલાદભાઈ કાવરના સથવારે તેમજ રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સતત સહકારથી ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.