રાજકોટ શહેરના અનેક મુખ્યમાર્ગો ઉપર માંસ અને મટનનું વેંચાણ ખુલ્લેઆમ થતું હતું. મુખ્યમાર્ગો પરથી હજારોની સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે, તેમજ આસપાસનાં વિસ્તારોમાં ધાર્મિક સ્થળો આવેલા છે. માંસ અને મટનના વેંચાણથી લાખો લોકોની લાગણી દુભાય છે ત્યારે આ મુખ્યમાર્ગો ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી કોઈપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ધમધમતા નોનવેજનાં હાટડાઓને બંધ કરાવવાનો પ્રજાલક્ષી નિર્ણય રાજકોટનાં લાખો લોકોનાં આરોગ્ય માટે પણ આ નિર્ણય ખૂબ સરસ પ્રજાલક્ષી નિર્ણય રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી રાજકોટ શહેરમાં માંસાહારનું ન્યુસન્સ ઘટશે તેમજ લાખો અબોલ જીવોનો જીવ બચી શકશે. જીવદયાના આ સત્કાર્ય બદલ મેયર ડો. પ્રદિપ ડવનો આભાર એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધિરેન્દુ કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે વ્યકત કર્યો છે.