
શ્રીમતી કુસુમબેન બાબુભાઇ સરીખડા બ્રેનડેડ થતાં પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય કરાયો. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા અંગદાન જાગૃતિ અંગેના અવિરત પ્રયાસો
આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન. કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારીત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે તે માટે ઘણી શોધો કરી છે. કૃત્રિમ વ્યવસ્થાઓ (શ્વસન માટે Ventilator કિડનીની નિષ્ફળતા વખતે Dialysis Machine વગેરે) મશીનોની શોધો તો કરી છે. પણ તોય કુદરતી અવયવોનું સ્થાન એ કૃત્રિમ મશીનો અત્યારે તો લઇ શકે તેમ નથી. પણ વિજ્ઞાને અને તબીબી વિજ્ઞાને એક લાજવાબ વ્યવસ્થા ઉભી કરી છે અંગ પ્રત્યારોપણ (Organ Transplant) ની. જીવંત અવયવો જો મળી જાય ને જેના અવયવો કામ નથી કરતા એવી વ્યકિતમાં તેનું પ્રત્યારોપણ થાય તો એ વ્યકિત (દર્દી)ને નવું જીવન મળે છે.
શ્રીમતિ કુસુમબેન બાબુભાઇ સારિખડાને ત્રણ દિવસ પહેલા અચાનક બેભાન થઇ જવાથી શહેરની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલમા તાત્કાલિક સારવાર માટે ખસેડવામા આવ્યા હતા તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓને મગજમા મોટો સ્ટ્રોક આવ્યો છે. જેની સારવાર માટે સૌપ્રથમ તેમના મગજની લોહીની નળીમાથી જામેલ રક્તને ઓગાળવાની સારવાર કરવામા આવી. ગોકુલ હોસ્પિટલની આખી ટીમ ન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા, ડો. અનિશ ગાંધી, ડો. ત્રિશાંત ચોટાઇ, ન્યુરો ફીઝીશિયન ડો. દુશ્ચંત સાંકળીયા તેમજ ક્રિટીકલ કેર ટીમ ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. હાર્દિક વેકરીયાની સઘન સારવાર કરવા છતા મગજમા ખુબજ ડેમેજ હોવાથી સારવાર કારગત ન નીવડી અને એમને બ્રેઇન ડેડ ડિકલેર કરવામાં આવ્યા. આ અંગેની જાણ તેમના પતિ બાબુભાઇ સારીખડા, પુત્ર અજયકુમાર સારીખડા, વિજયભાઇ સારીખડા, પુત્રી રીટાબેન વાઢેર અને અન્ય સગા સંબંધીઓને થતાં, એમના સંબંધી કમલેશભાઇ પારેખ, સ્વાતીબેન પારેખ તથા જામનગર જી. જી. હોસ્પિટલમા કાર્ય કરતાં અને અંગદાનમા પહેલેથી જ જાગ્રુત એવા શ્રી સંજયભાઇ સારીખડા એ કુટુંબીજનોને અંગદાન અંગે માહિતી આપી અને ત્યારબાદ સગાઓ તૈયાર થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો. દિવ્યેશ વિરોજા, ડો. તેજસ કરમટા, ભાવનાબેન મંડલી, મિતલભાઇ ખેતાણી, અનિલભાઇ શિયાળ અને અન્ય સંબંધીઓએ અંગદાન માટેની સમગ્ર પ્રક્રિયા સફળતા પૂર્વક કરી. આ વખતે ગોકુલ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ તથા મેડીકલ એડમીન વૈભવભાઇ દવે એ સંપૂર્ણ સહકાર આપ્યો. રાજકોટમાંથી આ ૯૩મા અંગદાનની સફળતા પૂર્વકની સર્જરીમા સહકાર આપવા બદલ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, ભાવનાબેન મંડલિ, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન,હર્ષિતભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
