
થેલેસેમીયા પિડીત બાળકો, દિવ્યાંગ બાળકો, વૃધ્ધાશ્રમનાં વડીલોએ આશીર્વાદ પાઠવ્યા
પદગ્રહણ સમારોહમાં જુનાગઢ ખાતેથી ગીરીશભાઈ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયાં
“રાજકોટ રઘુવંશીઓનું પાટનગર, રાજકોટ ટીમ પાસે સેવાયજ્ઞોની મહતમ અપેક્ષા”- ગીરીશભાઈ કોટેચા
“મેડીક્લ, શૈક્ષણીક, સામાજીક ક્ષેત્રે યુવાનો વધુ સેવારત બને”– પદુભાઈ રાયચુરા
“જ્ઞાતિ એકતા થકી જ્ઞાતિ અસ્મીતા પ્રગટાવી સૌ આગળ વધીએ”-કૃષ્ણકાંત રૂપારેલીયા
”સેવા થકી સંગઠન, સંગઠન થકી સેવા” – મિતલ ખેતાણી
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી, સુખાકારી માટે એક દશકાથી વધારે સમયથી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનો રાજકોટના પદાધીકારીઓનો પદગ્રહણ સમારોહ હોટલ ગેલેકસી, રાજકોટ ખાતે યોજાઈ ગયો. રઘુવીર સેના રાજકોટનાં નવનિયુકત પ્રમુખ મિતલ ખેતાણી સહીતનાં પદાધીકારીઓના પદગ્રહણ સમારોહમાં થેલેસેમીયા પીડીત બાળકો, દિવ્યાંગ બાળકો, વૃધ્ધાશ્રમનાં વડીલોએ ઉપસ્થિત રહી ખાસ આર્શીવાદ પાઠવ્યા હતાં. રામ દરબાર,વીરદાદા જસરાજજી,પૂજ્ય જલારામ બાપાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને, વંદન કરીને સમારોહનું વિધિવત મંગલાચરણ કરવામાં આવ્યું હતું. પદગ્રહણ સમારોહમાં રઘુવીર સેનાના સ્થાપક સ્વ. રસીકભાઈ અનડકટ, રઘુવીર સેના રાજકોટના પ્રમુખ સ્વ. યોગેશભાઈ હિંમતલાલ પુજારા તથા ઉપપ્રમુખ સ્વ. ભાવેશભાઈ શિવાભાઈ ચોટાઈને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે કેન્દ્રીય પદાધીકારીઓ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ તથા જૂનાગઢના ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, માર્ગદર્શક પદુભાઈ રાયચુરા, મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મહામંત્રી કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, જગદીશભાઈ જોબનપુત્રા, યુવા પાંખના પ્રમુખ કલ્પેશભાઈ પલાણ, ગૌરવ રૂપારેલીયા, બિપીનભાઈ સોઢા, પાર્થભાઈ કોટેચા, યતીનભાઈ કારીયા, હિતેશભાઈ કંટારીયા, જયેશભાઈ ખખ્ખર તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના તથા મહાપરીષદના અગ્રણીઓ, મહાજનશ્રીઓ અને જ્ઞાતિ સંસ્થાઓના પ્રતિનિધિઓ વીગેરે ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમારોહની શરૂઆતમાં શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીએ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદનાં સંગઠન ગીત દ્રારા સૌને ઉત્સાહીત, પ્રતિબધ્ધીત કર્યા હતાં. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટનાં સલાહકાર સમિતીના અધ્યક્ષ અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકે પોતાના લાગણીસભર વકતવ્ય દ્વારા સૌનું અભિવાદન કર્યું હતું અને રઘુવંશની સેવામાં શકય તમામ સહયોગ આપવાની ટીમ વતી ખાત્રી આપી હતી. જાણીતા ઉદ્યોગપતિ, પરીન ફર્નીચરના ઉમેશભાઈ નંદાણીએ ખાસ કરીને થેલેસેમીયા નાબૂદી પ્રત્યે મહતમ સહભાગી થવાની સૌને હાંકલ કરી હતી અને આ અભિયાન અંગે પોતાના તમામ સહયોગની ઘોષણા કરી હતી. જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પીટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢીએ મેડીકલ ક્ષેત્રે શક્ય તમામ રીતે ઉપયોગી થવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. યુવા અગ્રણી અને જુનાગઢના કેળવણીકાર, લાઈફ કોચ પાર્થ કોટેચાએ પોતાના જોશીલા ઉદબોધનથી સૌમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. ૧૦૮ તરીકે જાણીતા રાજકોટના યુવા આગેવાન અતુલ રાજાણીએ સૌ યુવાનોને રાજકીય ક્ષેત્રે પણ આગળ આવવા હાંકલ કરી હતી, જાણીતા ઉદ્યોગપતિ, સદગુરૂ સેવક હરીશભાઈ લાખાણીએ હરહંમેશની જેમ પોતાના તમામ સહયોગની ખાત્રી સૌને આપી હતી રાજકોટ લોહાણા મહાજનનાં મંત્રી શ્રીમતી રીટાબેન કોટકે નવનિયુકત ટીમને અભિનંદન આપ્યા હતાં અને શક્ય તમામ સહયોગની ખાત્રી આપી હતી. રઘુવીર સેનાનાં પ્રમુખ અને જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ પોતાના પ્રાસંગીક વકતવ્યમાં જણાવ્યું હતું કે, રાજકોટ રઘુવંશીઓનું પાટનગર છે ત્યારે રાજકોટની નવનિયંકત ટીમ પાસે અને સેવાવ્રતી મિતલ ખેતાણી પાસે સેવાયજ્ઞોની મહતમ અપેક્ષા છે. આ પ્રસંગે ખાસ પોરબંદરથી ઉપસ્થિત રહેલા રઘુવીર સેનાનાં માર્ગદર્શક અને જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા જણાવ્યું કે મેડીકલ, શૈક્ષણીક, સામાજીક ક્ષેત્રે યુવાનો, મહિલાઓ વધુ કાર્યરત બને તે સમયની માંગ છે. રઘુવીર સેનાનાં મહામંત્રી અને મીડીયા જગતના વરિષ્ઠ અગ્રણી કૃષ્ણકાંત રૂપારેલીયાએ જ્ઞાતિ એકતા થકી જ્ઞાતિ અસ્મીતા પ્રગટાવી સૌને આગળ વધવા હાંકલ કરી હતી. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટનાં નવનિયુક્ત અધ્યક્ષ મિતલ ખેતાણીએ “સેવા થકી સંગઠન, સંગઠન થકી સેવા’ સુત્રને સાર્થક કરાશે તેમ જણાવ્યું હતું. વૃધ્ધાશ્રમમાં ભોજન, ગૌશાળાઓમાં ગૌપૂજન અને થેલેસેમીયા દિકરી વિધીને કોમ્પ્યુટર અર્પણ કરવાની જાહેરાત દ્વારા રઘુવીર સેનાની ટીમે પદુભાઈ રાયચુરા દ્વારા શપથ ગ્રહણ કર્યા હતાં. ડો.સંકલ્પ વણઝારા, ભાવેશભાઈ એ સૌને ‘યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન-દેહદાન-અંગદાન’ નો સંકલ્પ લેવડાવ્યો હતો.
આ સમારોહમાં રાજકોટ શહેર ભાજપનાં પ્રમુખ અને રઘુવંશી અગ્રણી કમલેશભાઈ મીરાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મહિલા અગ્રણી હંસાબેન હરીશભાઈ પલાણ, વિશ્વ હિન્દુ પરીષદના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, નરેન્દ્રભાઈ નથવાણી, બીપીનભાઈ કેસરીયા, ડો. નિતીન લાલ, જયંતભાઈ સેજપાલ તથા રત્નાબેન સેજપાલ, યોગેશભાઈ જસાણી, અમીતભાઈ રૂપારેલીયા, બીપીનભાઈ પલાણ, પોરબંદરનાં પંકજભાઈ મજેઠીયા, અનિલભાઈ કારીયા, પરેશભાઈ શીંગાળા, દિલીપભાઈ સોમૈયા, સુરેશભાઈ ગોળવાળા, કેયુર રસીકભાઈ અનડકટ, પ્રકાશભાઈ સૂચક, પરેશભાઈ દાવડા (નીલમ ચા), રાજેશભાઈ ભગદેવ (મુંબઈ),પ્રદિપભાઈ વસાણી,કિશોરભાઈ કોટક, કાળુમામા, મયંક રૂપારેલ, વિજયભાઈ કારીયા, અશોકભાઈ હિંડોચા, શીલ્પાબેન પુજારા, મનીષભાઈ બદીયાણી, શાંતિલાલ સાગલાણી, સુનિલભાઈ રાજાણી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સમારંભની શોભા વધારી હતી. રઘુવીર સેનાનાં સ્થપાક, જાગૃત પ્રહરી સ્વ. રસિકભાઈ અનડકટની દિવ્યચેતનાનું સતત પુણ્યસ્મરણ સૌએ કર્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રનાં રઘુવંશી સમાજનાં વરિષ્ઠ અગ્રણી સ્વ. હરિશભાઈ દામોદરદાસ પલાણનાં સંસ્કાર વારસાને તેમના સુપુત્ર અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાની યુવા પાંખનાં તરવરિયા અધ્યક્ષ, ઉધ્યોગપતિ કલ્પેશ પલાણે આગળ વધારી તે બદલ સૌએ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હાલમાં જ દિવંગત થયેલા રઘુવીર સેનાનાં ઘરદિવડાંઓ સ્વ.યોગેશભાઈ પુજારા અને સ્વ. ભાવેશભાઈ ચોટાઈ પરીવારનાં શ્રીમતી રાધાબેન યોગેશભાઈ પુજારા, શ્રીમતી રીનાબેન ભાવેશભાઈ ચોટાઈનું ઋણ સ્વીકાર કરાયું હતું. આ પ્રસંગે જ્ઞાતી સેવા માટે કુંદનબેન રાજાણી, ઉમેશભાઈ નંદાણી, જયંતભાઈ સેજપાલ, હરીશભાઈ લાખાણી, સુરેશભાઈ ગોળવાળા, મનુભાઈ મીરાણીનું વિશેષ સન્માન કરાયું હતું.
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટની નવનિયુકત ટીમનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક તેમજ ઉપપ્રમુખો ભરતભાઈ કોટક, દિપકભાઈ રાજાણી, ડો. ભાવેશ કાનાબાર, કે.જે.ભાયાણી, દીપકભાઈ તન્ના ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, ચંદુભાઈ રાયચુરા, મહામંત્રીઓ સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા, થેલેસેમીયા સમિતીનાં જીતુલભાઈ કોટેચા, સહમંત્રીઓ ધર્મેશભાઈ કકકડ, બાલાભાઈ સોમૈયા, ચેતનભાઈ ગણાત્રા, ખજાનચી તરીકે રાજેશભાઈ કારીયા, લગ્નવિષયક સમિતીના મનુભાઈ મીરાણી, જીવદયા સમિતીનાં ધીરેન્દ્રભાઈ કાનાબાર, કિરીટભાઈ કેસરીયા, દિપેનભાઈ ઠકકર, સ્મિત રાજવીર, તદઉપરાંત યુવા પાંખના અધ્યક્ષ તરીકે હિરેન વડેરા, પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર, હેમીત ઠકકર, કિતેશ દાસાણી, કેવલ પોપટ, ધર્મેશ સોમમાણેક, પિયુષ શીંગાળા, નેવીલ ચોટાઈ, વિશાલ અનડકટ, સાગર તન્ના, દિપેન ઠકકર, ગૌરવ બોદાણી, ધવલ ખખ્ખર સહિતના સૌ હોદેદારોએ જવાબદારી સંભાળી લીધી છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રાજકોટની ટીમનાં પદગ્રહણ સમારોહનું સફળ સંચાલન મહામંત્રીઓ સંજય કકકડ, કનુભાઈ હિંડોચાએ કર્યું હતું. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રાજકોટની વિશેષ માહિતી માટે, રાજકોટ કાર્યાલય : પી.એચ.પી.એલ. હાઉસ, મીલપરા મેઈન રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે, રાજકોટ મો. ૯૮૨૪૦૪૩૭૯૯ / મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯ નો સંપર્ક કરવા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે.
