• ગૌશાળાઓને અપાતી સબસીડીની રકમ દ્વારા ખેડૂત પાસેથી ઘાસચારો ખરીદવા માટે થાય છે તેથી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતની આવક ડબલ કરવાની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે.

સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે, આપના દ્વારા જાહેર કરવામાં આવેલી સબસીડીની રકમ સત્વરે રાજયની ગૌશાળા પાંજરાપોળોને આપવાની શરૂઆત કરે અને આ રીતે દર વર્ષે રકમનો સદઉપયોગ ગાયોને અને ખેડૂતોને બચાવવામાં કરે. સરકાર દ્વારા અપાતી રકમ ગોવંશ માટે આપવામાં આવે છે, પરંતુ ખરેખર તો આ રકમ દ્વારા ખેડૂત મિત્રો પાસેથી ઘાસચારો જ ખરીદવામાં આવે છે. જેથી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉત્કૃષ્ટ ભાવના કે જે ખેડૂતોની આવક બમણી કરવાની છે તેમાં ક્યાંક વિક્ષેપ આવી રહ્યો છે.

ઓર્ગેનીક ખેતી માટે નવી જમીનના સર્જન માટે ગોબર અને ગૌમૂત્ર, પેસ્ટીસાઈડ માટે ખૂબ જ ઉપયોગી છે. જે થકી માનવ જીવન, પર્યાવરણ, પાણીની બચત અને સારો ખોરાક મળતા માનવ જીવનમાં આવતા વિકારો અને બિમારી દૂર કરી શકાય જે દ્વારા સરકારશ્રીને મેડીકલ ખર્ચ પણ ઘણો ઘટશે અને મનુષ્યમાં વિકારો ઘટતા સમાજમાં ફેલાયેલા દુષણો જેવા કે આપઘાત, બળાત્કાર, ચોરી-લુંટફાટ, ઈર્ષા અદેખાઈ ઘટતા સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકશે. દરેકને ખબર છે આપણે ગૌધન દરેકના ઘરે ઘરે રહેતુ હતું મહેલોમાં અને મંદિરોમાં પણ સચવાતું હતું જે આજે સુખી સંપન્ન પરીવારો, ખેડૂત મિત્રો, પશુ પાલક મિત્ર દ્વારા આ ગૌધનને પોતાનાથી દૂર કરી પાંજરાપોળો અને ગોશાળાઓમાં રહેવા મજબુર કરી દીધું છે. આજે રાજકોટની આસપાસમાં જ 22 ગૌશાળાઓ આવેલી છે. ખરેખર ગૌશાળાઓ-પાંજરાપોળો લુંલા, લંગડા કે અંધ અથવા ઉંમર લાયક થયેલા ગૌવંશને રાખવા માટે નિર્માણ કરવામાં આવેલ જેને બદલે આજના સમયમાં લોકો દ્વારા તરછોડી દીધેલા ગૌવંશ, બળદો, પશુપક્ષીઓ રાખવામાં આવે છે જેની સારસંભાળ, માવજત ઘર આંગણે થતી તેવી શક્ય નથી અને તેના હિસાબે આજે સમાજમાં વૃધ્ધાશ્રમો અને દવાખાનાની વૃધ્ધી થઈ રહી છે. તે બતાવે છે કે માનવ માનસીક પડી ભાંગ્યો છે.

સાથે સાથે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભારત દેશના રજવાડાઓ કે જે પ્રજા અને પશુપ્રેમી હતા તેઓએ પણ તેમના રાજયમાં આપવામાં આવેલ પશુ-પક્ષીઓ માટેની વીડી અને ગૌચર ખુલ્લુ કરી પશુપાલકો માટે તેનો ઉપયોગ થાય તે માટે પણ પ્રયત્ન કરી આ જીવોને સારો ખોરાક, હરવા-ફરવાનું સ્થળ મળશે તો તેમની ઓલાદ અને દૂધની ઉત્પાદકતા પણ વધશે જે થકી પશુપાલકો અને ખેડૂતો પોતાના ઘરે જીવોને સાચવતા થશે અને ગૌશાળાઓ-પાંજરાપોળોનું ભારણ ઘટશે અને સરકારને પણ લાભ થશે તેવી જમીન પણ ખુલ્લી કરાવવા સરકારશ્રીને નમ્ર પ્રાર્થના. પહેલાના જમાનામાં લગ્ન સમયે ગાય અને દિકરી સાથે સાથે વળાવવામાં આવતા હતા અને એ ગૌધનને સસુરપક્ષ પણ લક્ષ્મી પૂજતો અને સાચવતો હતો. આ વાત આપણા રાષ્ટ્રપતિના તાજેતરમાં ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રકાશીત થયેલ લેખમાં રાષ્ટ્રપતિના ગામ લોકોએ તેમણે લગ્નમાં ગાય અને બળદ લગ્ન એ સમયે ભેટ આપેલ.

સરકાર દ્વારા વિજ્ઞાપન આપવામાં આવે છે કે, ટેકસની આવક ખૂબ જ વધી છે અને ખરેખર વધી છે તેની સામે રાજકીય પક્ષોને મળતું દાન ખૂબ ઘટયું છે તેવા સમયે ગૌશાળાઓને-પાંજરાપોળોને પણ દાનની આવક ઘટી છે. જે આપને વિદીત છે અને સરકારશ્રી ગૌમાતા માટે બજેટમાં ફાળવેલી રકમ ખૂબ જ નાની છે આ ઉપરોક્ત વિષય પણ ધ્યાન લઈને દાનની આવક ઘટી છે. તેવા સમયે પશુપાલકો, ગૌશાળાઓ અને પાંજરાપોળો સરકાર પાસે અપેક્ષા રાખે તે વ્યાજબી પણ છે અને સરકારને અમારી નમ્ર અરજ, પ્રાર્થના છે કે જાહેર કરવામાં આવેલ સબસીડીની રકમ સત્વરે ગૌશાળાઓ-પાંજરાપોળોને મળે તેવી વ્યવસ્થા કરી અને ખરા અર્થમાં ખેડૂતોને પણ મદદરૂપ થાવ છો તેવી ભાવના સાથે ઉપરોકત વિષય અન્વયે સરકારીને તો પ્રાર્થના છે જ આ અન્વયે ધ્યાન દઈને યોગ્ય પગલા લેવા વિનંતી કરવામાં આવી છે.

– રમેશભાઈ ઠક્કર(મો. 99099 71116)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *