ગૌસેવા–જીવદયા ક્ષેત્રના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રી તથા પશુપાલન મંત્રીશ્રીને ભારત સરકારના નેશનલ એડવાઈઝર કમિટીના માનદ સલહકાર મિતલ ખેતાણીની રજૂઆત.

ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણીએ ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા જીવદયા પ્રેમી પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી જીવદયા-ગૌસેવા, ગૌશાળા-પાંજરાપોળોના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, બન્ને મહાનુભાવો દ્વારા આ તમામ પ્રશ્નો અંગે સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હતો.
રાજયની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન ૩૦ રૂપીયા સબસીડી આપવામાં આવે છે તે સબસીડી પ્રતિ પશુ પ્રતિદિન રૂપીયા ૫૦ અને કાયમી કરવામાં આવે, ગૌમાતા પોષણ યોજનાનો થતો અમલ ૦૧- એપ્રિલ-૨૦૨૨ થી શરૂ કરવામાં આવે તથા તે મુજબ જ ચુકવણી કરવામાં આવે, આ યોજના બાબત જરૂરી પેપર્સ બાબતના પશુપાલન અધિકારીશ્રી દ્વારા જ પ્રશીક્ષણ અપાય. CCTV બાબત દરેક જીલ્લામાં અસમંજશતા પ્રવર્તે છે, મા.મુખ્યમંત્રીશ્રી તથા મા. પશુપાલન મંત્રીશ્રીની લાગણી મુજબ આખા ગુજરાતની દરેક પાંજરાપોળ/ગૌશાળાઓમાં કાયમી ગ્રાંટ મળવી જોઈએ જે પેપર્સ બાકી હોય તે બાબત જાગૃત કરી, સમય આપી તૈયાર કરાવવા જોઈએ.સરકારશ્રીનાં લીસ્ટ મુજબ જેટલી રજીસ્ટર્ડ ગૌશાળાઓ/પાંજરાપોળ હોય તે તમામને કાયમી સહાય ચુકવવા પાત્ર છે તેવું દરેક નાયબ પશુપાલન નિયામક/જિલ્લા કલેકટરશ્રીને જણાવવામાં આવે. દરેક કલેકટરશ્રીઓ, નાયબ પશુપાલન નિયામકને પોતાના જીલ્લામાં ૧૦૦% ફાળવણી થાય તે ટાર્ગેટ આપવામાં આવે, જે પાંજરાપોળો/ગૌશાળાઓને પેપર્સ ઘટતા હોય તેમને પુરતો સમય આપવામાં આવે, ગુજરાત ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડમાં ચેરમેનશ્રીની નિમણૂંક કરવા રાજય સ૨કા૨ને અનુરોધ કરવામાં આવે છે, ટ્રેકટરો દ્વારા ખેતીના કારણે બળદોની આવશ્કયતા ઘટી તેથી પ્રદુષણ પણ વધ્યુ ગુજરાત સરકારે ટ્રેકટર ઉપર અપાતી સબસીડી બંધ કરવી જોઈએ અને હળ દ્વારા બળદ વડે થતી ખેતીને પ્રોત્સાહીત કરવા પગલા લેવા જોઈએ, વાહન વ્યવહારમાં પણ જયાં શક્ય છે ત્યાં તમામ જગ્યાએ બળદગાડુ, ઉંટગાડી, ઘોડાગાડીને પ્રોત્સાહીત કરવામાં આવે, જુવાર બાજરીના વાવેતર ઘટયા માટે ખેડૂતો ઘાસચારાલક્ષી જુવાર, બાજરી મકાઈનું વાવેતર વધારે તેવી પ્રોત્સાહકનીતી જાહેર કરવામાં આવે, ગુજરાતમાં જેટલા ગૌચર બચ્યા છે તે બાવળ મુકત થાય દબાણ મુકત થાય તેને ફેન્સીંગ થાય તેના અંદર સારો ઘાસચારો ઉગે અને તે દ્વારા તે વિસ્તારના અબોલ જીવોને શાતા વધે તેવુ આયોજન કરવામાં આવે, જેમ જી.એન.એફ.સી. રાસાયાણીક ખાતર પેદા કરે છે અને તે માટે રાજય સરકાર દરેક પ્રકારે આર્થિક સહાય કરે છે તે રીતે દરેક પાંજરાપોળ/ગૌશાળાએ ઓર્ગેનીક મેન્યુર પેદા કરી વ્યવસ્થા છે. ગુજરાત રાજય સરકારની નીતી હોવી જોઈએ, આવા અનેકવિધ જીવદયાક્ષેત્રનાં પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ભારત સરકારના નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *