વેદો, ઉપનિષદો, દર્શનો, સંહિતાઓ, પુરાણો તથા અમર ભારતનાં ગૌરવશાળી ઈતિહાસમાં પુજય ગૌમાતાની પવિત્રતા,મહત્તા તથા શ્રેષ્ઠતા જોવા મળે છે. વર્તમાન યુગમાં પૂજય ગૌમાતા તથા ગૌવંશને અવર્ણનીય યાતનાઓ આપવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં ગૌમાતાની રક્ષા, રોવા અને સંવર્ધનને સનાતની હિંદુ પરિવાર, સમાજ તથા રાષ્ટ્ર માટે પુનીત કર્તવ્ય અને સર્વ સમૃદ્ધિ તથા અલૌકિક અનુષ્ઠાનને ઈશ્વરીય કાર્ય માનવામાં આવે છે. કામધેનુ, કપિલા, સુરભી, સુભદ્દા, બહુલા, નંદા તથા નંદિનીના સંતાન પુજય ગૌમાતા પોતાના વંશ પરંપરાથી સૃષ્ટીને પરમ પાવન અને પંચભૂતો સહિત સમગ્ર જગતના પ્રાણીઓને સાત્વિક જીવની શકિત આપે છે. પુજય ગૌમાતાના માનવીઓ, દેવતાઓ અને ઋષિઓ સહિત બધા જીવો પર અનંત ઉપકાર છે. પુજય ગૌમાતાની મહતા ઉપાદેયતા આવશ્યક્તા તથા ગવ્યોની મહાન ઉપયોગીતા સર્વ દેશકાળમાં રહી છે. ભૂતકાળની અપેક્ષાએ વર્તમાનમાં પ્રદુષિત અને અસંતુલીત પ્રકૃતિ રોગણ શરીરો અને કુંઠિત મન મસ્તકથી માનવ જીવનમાં પૂજય ગૌમાતાનાં ગુણોનું મહત્વ ખુબજ વધી ગયુ છે. બીજી બાજુ એ પણ સત્ય છે કે ગૌવંશની ઉપેક્ષા તિરસ્કાર પરતાડના અને તેના ઉપર થતા અત્યાયારો તથા ગૌહત્યાની જધન્ય પાપમય દુષ્પવૃતિ જેટલી વર્તમાન સમયમાં થાય છે, સંભવત્યા અતીતમાં કયારેય પણ નહિ થઈ હોય.
સતત અને અવિરત ગૌ સેવા સાથે સંકળાયેલ રાજારામ ગૌશાળાને 21 વર્ષ પૂર્ણ થયા છે. વર્તમાન સમયમાં રાજારામ ગૌશાળા દ્વારા 12000 ગૌવંશને સાચવવામાં આવી રહ્યા છે તેમજ 6000 ગૌમાતાઓની સેવા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લાખો ગૌવંશને સાજા કરી, ઉપયોગી બનાવી ખેડૂતોને આપવામાં આવ્યા,જેમાં બિમાર, અપંગ, તુલી લંગડી,અંધ,અશકત અને અકસ્માતગ્રસ્ત ગૌવંશ ની આજીવન સેવા સારવાર કરવામાં આવે છે. હાલમાં ગૌશાળામાં અપંગ ગૌમાતાની સંખ્યા 1000 થી વધુ છે. જીવસૃષ્ટિના કલ્યાણ માટે પંચગવ્યમાંથી નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, જેમાં કોરોનાના કપરા સમયમાં ગોશાળામાં કોવિડ સેન્ટર શરૂ કરી માનવજાતના કલ્યાણ માટે વિના મુલ્યે પંચગવ્ય તથા આર્યુવેદ ઔષધિઓથી અસાધ્ય રોગથી હજારોની સંખ્યામાં માનવજાતની સેવા કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગૌવંશની ઉપયોગીતા વધારવા માટે તથા જનઆરોગ્ય માટે વિશેષ ખેતીમાં દેશી ખાતરનો ઉપયોગ થાય અને ઝેરી રાસાયણિક ખાતરનો બહિષ્કાર થાય તેવા પ્રયત્નો લગાતાર કરવામાં આવે છે તથા ઓર્ગોનિક ખાતર તૈયાર કરી ખેડુતો સુધી પહોંચાડવામાં આવે છે. ધરતીમાતાની ફળદ્રુપતા વધારવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે તાલુકા તથા જિલ્લા કક્ષાનાં વનમહોત્સવનું આયોજન કરાવી હજારો વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા તેનો ઉછેર કરવામાં આવે છે. સંસ્થામાં ગૌવંશ માટે ગુજરાતમાં મોટી ગૌ-હોસ્પિટલ છે જેમાં ઓપરેશન થિયેટરની સગવડ ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં વિનામુલ્યે એમ્બ્યુલન્સની પણ સુવિધા છે. તથા પક્ષીઓ માટે ચબુતરો અને પક્ષી હોસ્પિટલની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ગૌસંવર્ધન થકી નરલ સુધારણા, ધાર્મિક કાર્યક્રમથી જન જાગૃતિ પંચગવ્ય વિતરણ અને ઉપયોગીતા સમજાવી લોકોના સારા આરોગય માટે પ્રયત્નો કરવામાં આવે છે. “ગૌસેવા એજ પ્રભુરોવા” ગૌસેવાની સાથે માનવકલ્યાણ માટે પંચગવ્ય ઔષધિઓ તથા અન્નક્ષેત્ર, પક્ષીઓ માટે પક્ષીઘર તથા ચણ તથા ગૌશાળામાં પ્રાથમિક શાળા, ઘાયલ પક્ષી હોસ્પિટલ, જન ઔષધિ કેન્દ્ર, પર્યાવરણ માટે વૃક્ષારોપણ, પાણીના તળ ઉંચા લાવવા માટે ખેત તલાવડીઓ તથા આમ માનવજાતિના કલ્યાણ માટે ગૌસેવા સાથે સાથે લોકકલ્યાણ માટે સરકારના દરેક અભિગમ સ્વીકારીને સંસ્થા ચલાવવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી ગૌસેવામાં ઓતપ્રોત એવી રાજારામ ગૌશાળા થતાં પૂજય ગૌમાતાની મહિમાને ગૌઅમૃત મહોત્સવ દ્વારા લોકોના દિલમાં સ્થાપવા અને આ પ્રદેશને મહાન ગરિમામય સન્માન અને શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટેનાં પાવન ઉદ્દેશથી પરમ દિવ્ય અનુષ્ઠાનનું આયોજન થઇ રહ્યું છે. ગૌમાતા, ગીતા, ગંગા, ગાયત્રી અને ગણેશ આપણી સંસ્કૃતિનાં આધાર સ્તંભ છે. ભારતવર્ષમાં ગુજરાત રાજય દાતા શુરવીર અને ભકતોની ભુમિ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની ભૂમિ ખુબ જ પવિત્ર છે જ્યાં ગૌમાતાની વધુમાં વધુ સેવા અર્ચના કરવામાં આવે છે. આવી જ પવિત્ર ભૂમિ પર ગૌમાતાની સેવામાં ઓળઘોળ રાજા રામ ગૌશાળામાં પરમ ભાગવત ગૌઋષિ શ્રધ્ધેય સ્વામી શ્રી દત્તશરણનંદજી મહારાજ ગૌધામ મહાતીર્થ પથમેડા પ્રેરિત શ્રી ગૌ અમૃત ભાગવત જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવનું આયોજન થયું છે. આ કથાનો પ્રારંભ 11 જાન્યુઆરી, 2022 મંગળવારનાં રોજ થશે. પૂજ્ય શ્રી જીજ્ઞેશદાદા કથામાં વક્તાની ભૂમિકા ભજવશે. કથામાં ભાગ લેવા માટે પરમ પૂજ્ય સિયાવલ્લભદાસજી મહારાજ તથા પૂજ્ય રામરતનદાસજી મહારાજ તેમજ ગોશાળા પરિવાર-ટેટોડા તરફથી સૌ ને આમંત્રણ આપવામાં આવે છે. આ કથા શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ, બનાસકાંઠાનાં ડીસા તાલુકાનાં ટેટોડા ગામે યોજવાની છે. આ અંગે વધુ માહિતી માટે દેવીભાઈ પટેલ(મો. 9879870069), (મો. 9426408451), (મો. 9724325325) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રાજારામ ગૌશાળામાં શ્રી ગૌઅમૃત ભાગવત જ્ઞાનયજ્ઞ કથા મહોત્સ્વ
