
- રાષ્ટ્ર નિર્માણમાં સંતો અને સામાજિક સંસ્થાઓનું મહત્વનું યોગદાન – પીયૂષ ગોયલ
- જીતો, સંજય ઘોડાવત ફાઉન્ડેશન દ્વારા ગુરુદેવ રાકેશને ‘અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’ સમર્પિત – આચાર્ય લોકેશજી
મહારાષ્ટ્ર રાજભવનનાં પ્રતિષ્ઠિત પ્રાંગણમાં “રાષ્ટ્ર નિર્માણમાં સંતો અને સામાજિક સંસ્થાઓનું યોગદાન” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રનાં માનનીય રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારીજી એ કર્યું હતું. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અહિંસા વિશ્વ ભારતીનાં સ્થાપક અને વિશ્વ શાંતિ કેન્દ્રનાં આચાર્ય ડૉ. લોકેશજી, શ્રી જયંત જૈન સહિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, જીતો એપેક્સ અને સંજય ઘોડાવત ફાઉન્ડેશન સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ માનનીય શ્રી ભગતસિંહ કોશ્યારીજી એ સંબોધન કરતાં કહ્યું કે ભારત ઋષિમુનિઓની ભૂમિ છે, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધનાં માર્ગ પર ચાલીને જ વિશ્વમાં અહિંસા અને શાંતિની સ્થાપના કરી શકાય છે. “અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર” ના સ્થાપના દિવસ પર તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં આચાર્ય ડૉ. લોકેશજી જેવા સંતો રાષ્ટ્ર નિર્માણ અને સમાજના ઉત્થાનમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. રાજ્યપાલ શ્રી ભગત સિંહ કોશ્યરી, કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને આચાર્ય લોકેશજીએ આ પ્રસંગે ‘જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (જીતો – જીટો), સંજય ઘોડાવત ફાઉન્ડેશન અને ગુરુદેવ રાકેશ ભાઈજીને ‘અહિંસા ઈન્ટરનેશનલ એવોર્ડથી’ સન્માનિત કર્યા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે સંતો અને સામાજિક સંસ્થાઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. આચાર્ય લોકેશજીનાં માનવતાવાદી કાર્યની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે તેમણે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનાં અહિંસાનો સંદેશ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાવીને દેશને ગૌરવ અપાવ્યું છે.
‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક આચાર્ય લોકેશજીએ આ પ્રસંગે અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ગુરુદેવ રાકેશભાઈજી, જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો - જીટો), સંજય ઘોડાવત ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે એક ભવ્ય અને ગૌરવશાળી ભારતનાં નિર્માણ માટે સંતો અને સામાજિક સંસ્થાઓએ આગળ આવવું પડશે. તેમણે કહ્યું કે હિંસા અને આતંક કોઈ સમસ્યાનો ઉકેલ નથી, વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ ભગવાન મહાવીરની અહિંસા અને અનેકાંત ફિલસૂફીથી જ શક્ય છે. આ પ્રસંગે ગુરુદેવ રાકેશભાઈ વતી આત્માપ્રીત નેમીજીએ તેમનો સંદેશો વાંચ્યો, જીતો સંસ્થા વતી પૃથ્વીરાજ કોઠારીજી અને સંજય ઘોડાવત ફાઉન્ડેશન વતી સંજય ઘોરાવતે ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાનો અહિંસા એવોર્ડથી સન્માનિત થવા બદલ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમની શરૂઆત આયોજક સમિતિનાં પ્રમુખ શ્રી જયંત જૈનનાં સ્વાગત પ્રવચનથી થઈ હતી, આભારવિધિ શ્રી ગણપત કોઠારીજીએ કરી હતી. પ્રેરક વક્તા શ્રી સાજન શાહે કાર્યક્રમનું અસરકારક સંચાલન કર્યું હતું.
અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટેનું પ્રશસ્તિપત્ર શ્રી મોતીલાલ ઓસવાલ, શ્રી મહેન્દ્ર બાગરેચા, ડો. ગૌતમ ભણસાલી, શ્રી કિશોર જૈન દ્વારા વાંચવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાકેશ ચોપડા, ગણપત કોઠારી, કિશોર જૈન, રાજીવ ચોપરા, લીના પ્રવીણ ચોપરા, રાકેશ નાહર, વિમલ કોઠારી, પ્રકાશ ચોપરા, કરણ કપૂર, જાવેદ, વિનીત વગેરેએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
