દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભાસ્કરભાઈ મંદબુધ્ધિના બાળકો માટેની સ્કૂલ ”પ્રયાસ” ચલાવે છે અંગ્રેજીમાં કહેવત છે “where there is will there is a way’ આ કહેવતને સાચા અર્થમાં જો કોઈએ જીવનમાં ઉતારી હોય અને અસામાન્ય પરિણામો મેળવ્યા હોય તો તે છે સીનીયર સીટીઝન ભાસ્કરભાઈ પારેખ, ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળેલ કે જીમીષ મનોદિવ્યાંગ હતો. પરંતુ પિતા ભાસ્કરભાઈનો આત્મવિશ્વાસ અને માતા હંસાબેનની અડગ શ્રધ્ધા પુત્રને પગભર બનાવતો પારસમણી સાબીત થઈ. કોઈ નોર્મલ વ્યકિત પણ કદાચ હાસલ ના કરી શકે તેવી અનેક સિધ્ધિઓ જીમીશે હાંસલ કરેલ છે. દિવ્યાંગ કર્મચારી માટેનો સૌથી ઉચ્ચ ગૌરવપૂર્ણ એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડ સને-૨૦૧૨-૧૩ માં દિલ્હી ખાતે શ્રી પ્રણવ મુખર્જીના હસ્તક મેળવેલ છે. આ સાથે સને-૨૦૧૦ અને ૨૦૧૨ માં મુખ્યમંત્રી એવોર્ડ પણ જીમીશને મળેલ છે. સને-૨૦૧૪ ૨૦૧૫–૧૬ તથા સને-૨૦૧૮ માટે પણ જીમીષનું સીલેકશન મુખ્યમંત્રી એવોર્ડ માટે થઈ ગયેલ છે. મુખ્યમંત્રી એવોર્ડ માટે સતત ત્રીજી વખત સીલેકશન થયેલ જમીષ પારેખ રાજયનો ચલાય માયાગ છે. જે માત્ર માતા પિતા માટે જ નહિ પરંતુ સંપૂર્ણ રાજય માટે ગર્વની એકમાત્ર બાબત છે. જમીપે સ્પોર્ટસ તથા અન્ય પ્રવૃતિઓમાં ૫૦ થી ૬૦ એવોર્ડસ મેળવેલ છે. આ ઉપરાંત જીમીશ ગુજરાત વિધાનસભા ચુંટણીમાં દિવ્યાંગો માટે સ્ટેટ આઈકોન તરીકે પણ જાહેર કરવામાં આવેલ જેના અંતર્ગત જીમીશે અલગ અલગ જગ્યાઓએ ખાસ કાર્યક્રમો આપી દિવ્યાંગોના મત અધિકારની સમજ આપેલ છે અને ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં દિવ્યાંગનું ખુબ જ વધારે મતદાન કરાવી પોતાની ફરજ નિભાવેલ છે.

પોતાના બાળક જીમીશની સાથોસાથ અન્ય દિવ્યાંગ બાળકો માટે પણ ભાસ્કરભાઈ સતત મથી રહયાં છે. હાલમાં રાજકોટ ખાતે આવા દિવ્યાંગ બાળકોના વિકાસ અને તેને લગતા સેંકડો પ્રશ્નો અંગે જુદા જુદા સ્વરૂપે જાગૃતતા લાવવા માહિતી અને માર્ગદર્શન આપી તેમની અનેક મુશ્કેલીઓન નીરાકરણ કરવામાં ભાસ્કરભાઈ મદદરૂપ બને છે. દિવ્યાંગ બાળકોની ‘પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશ્યલ ચાઇલ્ડ’ નામની એક સંસ્થા જેમાં આશરે ૨૧૭ દિવ્યાંગ બાળકોને ટ્રેનીંગ અપાય છે તેમાં પણ સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે અને દિવ્યાંગોના જીવનને અને તેમના કટુંબને સુખમય બનાવવામાં મદદરૂપ બને છે. દિવ્યાંગો માટે સતત કાર્યરત, સીનીયર સીટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ‘પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા ૧૧ વર્ષથી ચાલી રહયું છે. જેનો અત્યાર સુધીમાં સેંકડો દિવ્યાંગોને લાભ મળી ચૂકયો છે.

ભાસ્કરભાઈ પારેખને આજના જન્મદિને શુભેચ્છા આપવા માટે મો. ૯૪૨૬૩ ૧૭૭૬૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *