- ઘવાયેલા અને કાયમી અપંગ પશુઓને કૃત્રિમ પગ ફીટ કરી આપવામાં આવશે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ-રાજકોટ અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગે અર્હમ અનુકંપા જીવદયાનો એક નવો પ્રકલ્પ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો . અર્હમ અનુકંપા અભિયાનમાં એક્સિડન્ટથી ઘવાયેલા અને કાયમી અપંગ થયેલા પશુઓને એમના માપના કૃત્રિમ પગ ફીટ કરીને એમને ફરી ચાલતા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના 33 જેટલાં પશુઓને કુત્રિમ પગ નાખીને પુનઃ ચાલતાં કરવામાં આવ્યાં છે. આ અભિયાનમાં ડૉ. હિરેનભાઈ બાબરીયા તથા સાથી ટીમ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈનના મિત્તલ ખેતાણી અને પ્રતિકભાઈ સંઘાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે . ઘાયલ પશુઓ તેમજ ઓપરેશન બાદ પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં પશુઓની સારસંભાળ કરવામાં આવે છે. જીવદયા પ્રેમી વિમળાબેન દિલીપભાઈ મહેતા , હિતેનભાઈ મહેતા અને જીગરભાઈ શેઠ (મુંબઈ) દ્વારા આ અભિયાનને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. અર્હમ અનુકંપા અભિયાન અંગેની વિશેષ માહિતી મેળવવા માટે મો. 9824221999 , 9898230975 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
