• વિવિધ સેવાકીય, ગૌ સેવા, જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા થશે સેવામય ઉજવણી

“સેવા પરમો ધર્મ” અને “ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા” નાં મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિનાં પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી 131 વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૂ પાડયું છે. તબીબી વ્યવસાય સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો-મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણનાં શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો. વલ્લભભાઈએ “ચેરીટી બીગીન્સ એટ હોમ” નાં સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.

જેતપુર તાલુકાનાં ખીરસરા ગામમાં 30 નવેમ્બર 1954 નાં રોજ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા ડો. કથીરિયા સંઘર્ષ કરી સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે ઉર્તિણ થઈ, જુના એસ.એસ.સી. બોર્ડમાં “સેન્ટર ફસ્ટ” રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. રાજનીતિમાં હોવા છતાં પણ દરિદ્ર નારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં ડો. કથીરિયા યશસ્વી અને સફળ રહયા છે.

ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર-ચાર વખત ચૂંટાઈને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે. 12મી લોકસભામાં 3,54,916 મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે. રાજકારણમાં રહીને પણ નખશીખ પ્રમાણિક રહી રાત-દિવસ જોયા વગર નાનાથી માંડી મોટા સૌ કોઈના કામ માટે સદા તત્પર ડો. કથીરિયાએ તેમના સહજ-સરળ અને નિખાલસ સ્વભાવથી લોકોના હદયમાં સ્થાન જાળવી રાખ્યું. 1975-77 ની કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો છે. નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં જોડાવાનું સદભાગ્ય પણ ડો. કથીરિયા ધરાવે છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે રક્તદાન, વૃક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્કાળમાં મેડીકલ અને કેટલ કેમ્પ , મોરબીની પુર આફત, કચ્છનો ભયાનક ભૂકંપ કે સૌરાષ્ટની જળ બચાવો અભિયાન, કૃષિ મેળા, આરોગ્ય મેળા, પુસ્તક મેળા વગેરે ડો. કથીરિયાના કાર્યના પર્યાય છે અને એટલે જ તો રાજકોટની જનતાએ તેમને” ચેકડેમ સાંસદ” અને ” મેળાના માનવી’ તરીકે નવાજ્યા છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડૉ. કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવૃતિનો વ્યાપ વધે તે માટે માન. શ્રીનરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવી અલગ બજેટ ફાળવી રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુક્ત કર્યા હતા. આજે સમગ્ર દેશમાં ગુજરાત ગૌસેવા મોડેલ પ્રસ્થાપિત થાય તે માટે ડો. કથીરિયા ગૌઉપાસના, ગૌરક્ષા, ગૌસંવર્ધન, ગૌપાલન, અને ગૌ આધારિત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ દ્વારા સ્વાવલંબી અને સંસ્કારી સમાજ રચનામાં અબાલ-વૃધ્ધ અને ગરીબ તવંગર સુધી સૌ કોઈ ગાયની સમજ કેળવે તે અર્થ સતત કાર્યરત રહી આમુલ પરિવર્તન માટે આજે સમગ્ર દેશમાં ગૌસેવા, ગૌ વિજ્ઞાનનું વાતાવરણ નિર્માણ પામે તે માટે અનેક રાજ્યોનો પ્રવાસકરી માર્ગદર્શન આપી રહયા છે.

ડો. વલ્ભભાઈ કથીરિયાના ધર્મ પત્નિ કાન્તાબેન પણ સામાજીક ક્ષેત્રે અગ્રેસર રહી ડો.કથીરિયાની સેવા પ્રવૃતિમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓ રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંપર્ક પ્રમુખ અને મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા તરીકે કાર્યરત છે. ડો. કથીરિયાના સુપુત્રી ડો. નિષ્ઠા અમદાવાદની ડેન્ટલ કોલેજમાં એન્ડો સર્જરીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે તો જમાઇ ડો. કિરણ પટેલ સમગ્ર ગુજરાતમાં ફૅસિયો – મેકસીલરી ઈમ્પલાંટ સ્પેશ્યાલીસ્ટ તરીકે અગ્રેસર છે. ડો. કથીરિયાના સુપુત્ર ડો. આત્મન રેડીયોલોજીસ્ટ અને પુત્રવધુ ડો. ઘટના પેથોલોજીસ્ટ તરીકે ” નીયો ડાયગ્નોસ્ટીકસ “ નામે રાજકોટમાં અધતન સેન્ટર ચલાવી માનવ સેવાના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.

ડો. કથીરિયાને જન્મદિને સ્નેહી-સંબધી, મિત્ર-તબીબી વર્તુળ, ભાજપા અને સંઘ પરિવાર તેમજ વિશાળ શુભેચ્છક સમુદાય તરફથી અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન, ગૌવ્રતી, શતકવિર રક્તદાતા, ડો. વલ્લભભાઈ કથીરિયાનાં જન્મદિનની સેવામય ઉજવણી માટે વૃક્ષારોપણ, ગૌપૂજન-ગૌ સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ.પુ. પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક, હિંદુ ધર્માચાર્ય મહાસભા)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમનું આયોજન 30 નવેમ્બર, બુધવારનાં રોજ સવારે 8 થી 9:30 દરમિયાન શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સૌને મિત્રવર્તુળ, સહ પરિવાર સાથે પધારવા મિતલ ખેતાણી (મોઃ 98242 21999), ઘનશ્યામભાઈ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, ગૌરાંગભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી (મોઃ 99980 30393) , રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ મહેતા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ડો. વલ્લભભાઈ કથીરિયા સાહેબને જન્મદિવસની શુભકામના આપવા માટે (મો. 90993 77577) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *