સંતો-મહંતોની ઉપસ્થિતીમાં સંતરવિદાસ જયંતિનાં શુભદિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી કાર્યાલયનું ભૂમિ પુજન અનુસૂચિત જનજાતિ દંપત્તિનાં હસ્તે સંપન્ન.
આજરોજ સંત શિરોમણી રવિદાસ જયંતિ નાં દિવસે મહાસુદ પૂર્ણિમા તા. ૧૬/ર/રર, બુધવાર નાં રોજ સવારે ૯:૩૧ થી સેવાભારતી અમૂલ સર્કલ પાસે ભાવનગર રોડ, ૮૦ ફુટ મેઈન રોડ, રીલાયન્સ પંપ ની સામે, રાજકોટ ખાતે યોજાઈ ગયો.. પૂર્વ નિયોજન અનુસાર ઝાંઝરકાનાં મહંત જુમતીનંદનદાસજીશંભુનાથજી , પ.પુ.કૃષ્ણવંદન સ્વામી -થાનગઢ , RSS નાં અખિલભારતિય અધીકારી સુનિલભાઇ મહેતા , ડો.જયંતિભાઇ ભાડેસીયા શ્રી ગિરીશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિને છાજે એ રીતે ગરીમામય વાતાવરણમાં ભૂમિપુજન સંપન્ન થયું.
આ પ્રસંગે સવારથીજ ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન અનુસૂચિત જનજાતિ દંપત્તિ હતા. જેને આશિર્વાદ આપવા સંતો -ઉદ્યોગપત્તિઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસ્તવીક પ્રવચન આપતા શ્રી મનીષભાઈ બેચરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવભારતી જેના નામથી નહી કામથી ઓળખાય છે. સેવાભારતી એક એવું વટવૃક્ષ છે. જેની વિટબંણાઓ રહેલી વ્હેલોને સતત પ્રોત્સાહન પૂરૂ પાડે છે પછી ભલે પોતાના પાંદડા સુકાઈ જાય. સેવાભારતીનું નહી પણ પરંતુ સમાજનું એક ભવન સમાજ મંદીર બનાવવા જઈ રહયું છે. માટે આમા કોઈ પણ એક દાતાનો સહયોગ નહી લેતા સમાજનાં દરેક વર્ગ પાસેથી અનુદાન લઈ ભવનનું નિર્માણ થનાર છે. સેવાભારતીની નેમ છે અહીંયા ફકત સેવાકાર્યો ધમધમતા થશે એવું નહી પરંતુ રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરતા લોકોની ગતીવીધીનું કેન્દ્ર પણ બનશે. યજ્ઞ બાદ ઉપસ્થિત મેદનીને સર્વપ્રથમ શંભુનાથજીએ સંબોધન કરતા સેવાભારતી અને તેનાં સ્વયંસેવકોએ વાસ્તવિક સ્વરુપમાં સેવા અને એ શબ્દને સાર્થક કર્યો છે. સેવાભારતીનાં આ સમાજ ઉપયોગી યજ્ઞમાં મોટી સંખ્યામાં દાતાઓ આગળ આવે અને સહયોગ કરે એ માટે આહ્વાન કર્યું.આ પ્રસંગે RSS નાં અખિલ ભારતીય અધીકારી શ્રી સુનિલભાઇ મહેતાએ સેવા ભારતીની સ્થાપનાં મોરબી મચ્છુ હોનારતથી થઇ અને ત્યારબાદ ચાલેલી સેવાની અવિરત ધારા અને લોકોએ વરસાવેલા સહયોગને યાદ કર્યો.આ કાર્યક્રમની આભારવિધી ડો.જયંતિભાઇ એ કરતા હજુ દાનની ની ધારા અવિરત વહી રહી છે અને સમાજનાં આ સહયોગ થકી આ ભવન વિવિધ સમાજ ઉપયોગી સ્વાસ્થ્ય,સ્કીલ ડેવલોપમેન્ટ ,કલ્ચરલ પ્રવૃતિઓનું એક ધામ સૌરાષ્ટ્રમાં બનશે એવી નેમ વ્યકત કરી બધાનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે વિવિધ કોર્પોરેટ હાઉસ , વ્યકિતગત દાતાઓ , કંપનીઓ તરફથી દાનનો ધોધ વહ્યો હતો. સમાજનો કોઇપણ બંધુ કોઇપણ વ્યવસ્થાથી વંચીત ન રહે એ માટે સેવાભારતીએ આદરેલા પ્રયત્નોને પોતાનો આર્થિક ટેકો જાહેર કર્યો હતો.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને કચ્છના જાણીતા ઉદ્યોગપતિઓ ની વિશેષ હાજરી રાજકોટના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી , કમલેશભાઈ મીરાણી પુષ્કરભાઈ પટેલ તેમજ કચ્છ સોલ્ટ એસોસિએશન પ્રમુખશ્રી શંભુભાઈ મિયાત્રા જાણીતા ઉદ્યોગપતિઓ ડોક્ટર એસોસિએશન એડવોકેટ એસોસિએશન, શિક્ષણશાસ્ત્રીઓ જાણીતા બિલ્ડરો નું સેવાભારતીનાં ટ્રસ્ટી ડો.જયંતિભાઇ ભાડેશીયા, સુનિલભાઇ મહેતા , પ્રદિપજી અગ્રવાલ , નિલેશભાઇ, ગિરીશભાઇ , શૈલેષભાઇ , નરેન્દ્રભાઇ દવે , નારણભાઇ , ડો.સંજીવભાઇ વગેરે ઉપરાંત સેવાભારતીનાં સેવક અને સેવિતો , સમાજનાં ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવન નિર્માણ કેવું હશે.
સેવા સહયોગ સમર્પણ ગંગાતરે માં આરતીમાં વધુ એક જયોત પ્રજજવલીત થવા જઈ રહી છે. સેવા ભારતી ભવન રાજકોટ ૪ માળનાં ભવનમાં હેલ્થ અને વેલ્થ સેન્ટર, સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર, હાઈટેક લાયબ્રેરી, ભવ્ય ઓડીટોરીયમ જેવી ખાસ વ્યવસ્થા થવાની છે.
હેલ્થ વેલ્થ સેન્ટર જેમાં સ્વાસ્થયને લગતી વિવિધ સેવાઓ, રાજયભરનાં જરૂરીયાતમંદો લોકો સુધી નિ:શુલ્ક કે રાહત દરે પહોંચશે સાથે સાથે આ વેલ્થ સેન્ટરમાં માંદગી શરીરને સ્પર્શે નહી તેવા પ્રયત્નો છે. સમગ્ર દુનિયાએ યોગ અને આયુર્વેદિક ઉપચારો અપનાવ્યા છે. સેવાભારતી ભવન રાજકોટ ખાતે અધતન સાધનો અને પ્રશિક્ષીત વેલનેશ કોચ દવારા માંદગી પહેલાની સારવાર પૂરી પાડવામાં આવશે. એલોપથી અને આયુર્વેદિકનો અનોખો સમન્વય આ સેન્ટરમાં જોવા મળશે.
સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર કે જેમાં ભારત વિશ્વનો સેોથી યુવાન દેશ છે. દેશનાં દરેક યુવક-યુવતીઓ કાર્યકુશળ બની યોગ્ય રોજગાર પ્રાપ્ત કરે તો ભારતને મહાસતા બનતા કોઈ અટકાવી ન શકે. સેવાભારતી આ માટે સજગ છે. આ ભવનમાં યુવક યુવતીઓ અને ગૃહીણીઓ માટે અધતન રોજગાર તાલીમ કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. ટેકનોલોજી અને સમજણનો બેનમુન સમન્વય આ સેન્ટરમાં જોવા મળશે.
હાઈટેક લાયબ્રેરી કે જેમાં ટેબલેટ અને કીંડલ ના યુગમાં આપણી જુની પુસ્તકો ને યુવાપેઢીઓ સુધી પહોંચાડવાના હેતુથી આ હાઈટેક લાયબ્રેરીનું નિર્માણ થશે. અપ્રાપ્ય અને જુના પુસ્તકોનું ડીઝીટાઈજેશન – પોડકાસ્ટ – એનીમેશન ફીલ્મ દવારા પુસ્તકોમાં રહેલી સમજણનો નિચોડ તથા વિદ્યાર્થીમિત્રો અને વાંચક રસીકો માટે પુસ્કતનું નિર્માણ થવા જઈ રહયું છે. પુસ્તકો અને આર્ટ ઓફ રીડીંગનો અનોખો ઉપક્રમ અહીં આકાર લેશે.
સુપરડુપર ન્યુ એજ ઓડીટોરીયમ એક એવો મંચ જયાં અભિવ્યકિત માટે તમામ આધુનીક સુવિધાઓ ઉપલબ્ધ હોય જેમકે આધુનીક સાઉન્ડ સીસ્ટમ-લાઈટ-એલ.ઈ.ડી. ડીસ્પલે- બેઠક વ્યવસ્થા-ગ્રીન રૂમથી લઈને પ્રસ્તુતીકરણ સુધીનો બધો સમાવેશ થઈ જાય. સ્ટેટ ઓફ ધ આર્ટ અને કલ્ચરનો સંગમ કરાવતું સ્થાન એટલે આ ઓડીટોરીયમ. આવુ અત્યંત આધુનીક ઓડીટોરીયમ હશે.
સેવાભારતી ગુજરાતે કુદરતે ફેંકેલ પડાકાર ઝીલ્યા-મોરબીમાં આવેલ પૂરમાં થયેલ મચ્છુડેમ હોનારતમાં સમાજ સમક્ષ ઉતમ ઉદાહરણ પૂરૂ પાડયું. દિવસો ગણાતા ગયા અને વર્ષો વીતી ગયા. દેશનાં કરોડો લોકો સાક્ષાી પૂરે છે કે જયારે જયારે કોઈ પણ આપદા આવી હોય, આર.એસ.એસ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવાભારતીનાં સ્વયંસેેવકો સમાજ સેવા હેતુ હંમેશા તત્પર જ રહયા હોય. ઈ.સ. ર૦૦૧ નાં ભૂકંપ સમયે સેવાભારતી એ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં સેવાકાર્યો કરી કરોડો ગુજરાતીઓનો આત્મવિશ્વાસ વધારી સમાજનું પીઠબળ બન્યા હતા. ર૦ર૦ ની કોવીડ ની મહામારી કોણ ભૂલી શકે. ૧ કે ર છીંક આવે અને માણસો એકબીજાથી દૂર ભાગતા તે સમયે સેવાભારતી ના સ્વયંસેવકે ખડેપગે હોસ્પીટલમાં દર્દીઓની સારવાર થી લઈને ગોઝારા દિવસોમાં અંતીમ ક્રિયા કરી સ્મશાને અગ્નિદાહ સુધીની સેવાઓ આપતા અનેક પ્રકારની સેવાઓની સરવાણી આજે પણ અવિરત ચાલે છે અને ચાલ્યા કરે છે. જે સેવા-સહયોગ-સમર્પણ ની મશાલ આપના થકી પ્રજજવલીત છે.
સમાજ હૈ આરાધ્ય હમારા : સેવા હૈ આરાધના
ભારતા માતા કે વૈભવ કી સેવા વ્રત સે સાધના
સેવાભારતીના કાર્યો જેમની નોંધ સેોએ લીધી છે. દૂરદરાજના ક્ષેત્રોમાં ચિકિત્સાલયો, ફરતા દવાખાના, આયુર્વેદિક પેટી અને હોમિયોપેથની દવાની સુવિધા, યુવા સ્વાવલંબન અર્થે નિ:શુલ્ક રોજગાર તાલીમ કેન્દ્ર મહીલાઓ માટે ગૃહ ઉદ્યોગ તાલીમ,રોજગાર અને ઉત્પાદનનું વિપણન કેન્દ્ર, અનાજ વિતરણ, ઉત્સવોમાં પ્રત્યેક ઘટક હર્ષોલ્લાસથી મનાવે એ માટે મદદ, પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રકલ્પો, કૃષિ અને ગો-સંવર્ધન દવારા ગાંધી ચિંધ્યામાર્ગ ગામનો સર્વાંગીણ વિકાસની સંભાવના, જન-મનમાં રાષ્ટ્રભાવનું સિંચન કરવા માટે નિષ્ણાંત વકતાઓ દવારા વ્યાખ્યાન
આજે પૂરા ગુજરાતમાં સેવાભારતી દવારા સ્વાસ્થય પ્રોજકેટ ૧૧૩૬ શિક્ષણ પ્રોજેકટ ૧પ૩ સામાજીક પ્રોજેકટ ૧પ૧ સ્વાવલંબન પ્રોજેકટ ૩પ ચાલી રહયા છે. આમ દેશસેવાનાં ભેખધારીઓનું પીઠબળ આપ છો. સાવ છેવાડે ઉભેલા દેશવાસીની ગાલની લાલીમાં તમે છો. અમે તો સાધન છીએ સાધક આપ છો. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિરમભાઇ સામડ કરેલ હતું શાંતિમંત્ર બાદ કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો
વિશેષ માહિતી પંકજભાઈ રાવલ, પ્રચાર સંયોજક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મો. નંબર : ૭૦૮૩૭૧૧૯પ૯
