
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દવારા આ મહામારીનાં સમયમાં આવા ભગીરથ કાર્ય માટે ”પ્રકૃતિમાતા અને પૃથ્વીમાતા” પ્રત્યે આપણો આદર અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન તા. ર૯/૮/ર૦ર૧, રવિવાર સવારે ૧૦ થી ૧૧ એક જ સમયે સમગ્ર ભારતનાં તમામ રાજયોમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન Link – http://bit.ly/3lhlkBi અચુક કરીએ.
પ્રકૃતિ વંદન કાર્યક્રમની વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આધ્યાતિમક અને સેવા સંસ્થાનની સ્થાપના સનાતન ધર્મના પાયારૂપ માનવતા સિધ્ધાંતનાં મુખ્યત્વે ચાર આધારસ્તંભો જેવા કે પ્રકૃતિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર તેમજ તેની સાથે સંકળાયેલ આર્થિક વ્યવસ્થા બાબતની સમજૂતી આપી સમાજને પ્રોત્સાહિત કરવાના ઉદેશથી કરવામાં આવી છે. માનવતાના સિધ્ધાંતને સમજવા માટે તેના જીવનમૂલ્યો સમજવા ખૂબ જ જરૂરી છે, જેથી સંસ્થાન દવારા આ જીવનમુલ્યોને છ સિધ્ધાંતોમાં વહેંચવામાં આવ્યા છે. (૧) વન અને વન્યજીવોનું સંરક્ષણ (ર) જીવસૃષ્ટિ સંતુલન (૩) પર્યાવરણ સંવર્ધન (૪) માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન (પ) નારી સન્માનને પ્રોત્સાહન (૬) રાષ્ટ્રભકિત જાગરણ પર્યાવરણ સંવર્ધન :-
પકૃતિ સાથે સંવાદિતા કેળવીને જીવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના રોજીંદા વહેવારમાં ગૂંથાઈ ગયેલી વિશેષતા છે. અનાદિકાળથી અનેકવિધ દૈનંદિત રીતિરીવાજો, સામાજિક પ્રથાઓ, પ્રાદેશિક માન્યતાઓ, ઉત્સવો, કળા-કારીગરી વગેરેમાં આ પ્રકૃતિપ્રેમ અનેક રીતે પ્રદર્શિત થાય છે. આ ઉપરાંત આપણાં અનેક પેોરાણિક વહેવારો દવારા પણ એ પ્રદર્શિત થતું રહયું છે. અહીંનો સમાજ પ્રકૃતિ સાથે એકરૂપતા સાધીને તેમજ જીવસૃષ્ટિના પ્રત્યેક ઘટક પ્રત્યે આદર પ્રદર્શિત કરીને, જરૂરિયાત પુરતું જ દોહન કરીને, નહિ કે શોષણ કરીને: કુદરતી સંપદાઓનું સંવર્ધન અને પર્યાવરણનું સંરક્ષણ કરતાં કરતાં પોતાનો જીવનનિર્વાહ કરતો હતો. હાલના વર્તમાન સમયમાં જયારે માનવ દવારા સ્થાપિત હિતો પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે પડકારો ઉભા કરી રહયા છે ત્યારે, આ પ્રકૃતિ અને પ્રાકૃતિક સંસાધનોનું સંવર્ધન અને સંરક્ષણ એ બહુ જ અઘરું કાર્ય થઈ પડે છે અને આપણા સેોની જવાબદારી વધારી જાય છે. આવો, આપણે સેો આ પર્યાવરણ સંવર્ધન એટલે કે પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા કાર્યમાં જોડાઈએ અને ધરતીમાતાના આશીર્વાદ લઈ આ પૃથ્વી પર સંતુલન જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ અને પ્રવૃતિમય બનીએ.
ઉપરોકત કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાત રાજયમાં એક જ સમયે પ્રત્યેક પરિવાર ઘરનાં બાગ બગીચા, ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદીરો, આશ્રમો, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, વ્યાપારી સંસ્થાના કાર્યકર્તાઓ, કર્મચારીઓ, વ્યવસાયીકો અને સમાજનાં બધા જ ક્ષોત્રમાં વિશાળ સંખ્યામાં લોકો ભાગ લે વૃક્ષ વંદન તુલસી વંદન એક સાથે મંત્રોચારનાં જ્ઞાન સાથે વૃક્ષ વંદન અને વૃક્ષ આરતી કરીએ. તે માટે આહવાહન કરવામાં આવે છે.
ઉપરોકત કાર્યક્રમ માટે અચુક નોંધણી કરાવીએ Link – http://bit.ly/3lhlkBi અને કાર્યક્રમ બાદ પોતાના ફોટા અને વીડીઓ hssf.gujarat facebook page live ઉપર upload કરીએ.
દીલીપભાઈ રાડીયા – ૯૯૦૯૦૬૧૧૬પ, ૮૧૬૦૧ર૦૩૭૧