લંડન સ્થિત સેવા વ્રતી અને જીવદયા પ્રેમી વિરેશભાઈ બારાઈ સૌરાષ્ટ્રની વિવિધ ગૌશાળા પાંજરાપોળની મુલાકાત લઈ રહ્યા છે. તેમની મુલાકાત યાત્રા દરમ્યાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી સિદ્ધાર્થ ગૌ શાળાની તેમણે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન વિરેશભાઈ બારાઈએ ગૌશાળા-પાંજરાપોળને આત્મનિર્ભર બનાવવા અને ગૌ ઉદ્યોગ ક્રાંતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુલાકાત દરમ્યાન વિરેશભાઈ બારાઈનું સિદ્ધાર્થ ગૌ શાળાનાં સંચાલક હરિભાઇ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. વિરેશભાઈ બારાઈની સાથે એનિમલ હેલ્પલાઈનનાં ધીરેન્દ્ર કાનાબાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
લંડન સ્થિત વિરેશભાઈ બારાઈ સૌરાષ્ટ્રની વિવિધ ગૌશાળા પાંજરાપોળની મુલાકાતે
