હાલમાં પશુઓમાં એક ગંભીર ‘લમ્પી વાયરસ’ની બીમારીએ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે ત્યારે રાજયનાં કતલખાના તથા મીટશોપ/પોલ્ટ્રી શોપ /ચીકન શોપ/ ફીશ શોપ તથા કતલખાનાઓ માંસ–મચ્છી–મટન આદિનું વેચાણ સ્ટોક હંગામી ધોરણે બંધ થવું જરૂરી છે તેવી રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવી હતી. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે. આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી, ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓનું ખાવા-પીવાનું છોડી દેવું, લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા છે. ગુજરાત રાજ્યમાં હાલમાં પશુઓમાં લમ્પી નામનો ચામડીનો રોગ ફેલાયો છે. લમ્પી વાઇરસ મક્કમ ગતિએ કમનસીબે ફેલાવા લાગ્યો છે. દરરોજ ઘણા પશુઓના મોત થઈ રહ્યા છે.
રાજયના ઘણા જિલ્લાઓમાં પશુઓની જિલ્લા બહાર ફેરફેર અંગેનું જાહેરનામું પાડી સખ્ત મનાઈ ફરમાવી છે કારણ કે આ રોગ એક પશુના બીજા પશુ સાથેના સંપર્કમાં આવતાથી અને પશુઓના શરીર પર ચોંટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી ઝડપથી ફેલાઇ રહયો છે. આ માટે ઘણા વિસ્તારોમાં પશુ વેપાર, પશુ પ્રદર્શન, પશુ રમતો અને મેળાવડા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશુઓના મોત થઈ રહયાં છે. જો રાજયનાં કતલખાના તથા મીટશોપ/પોલ્ટ્રી શોપ/ચીકન શોપ/ ફીશ શોપ હંગામી ધોરણે બંધ કરવા સંબંધી પગલા નહીં ભરવામાં આવે તો જીવલેણ બીમારી વિકરાળ સ્વરૂપ લઈ ‘લમ્પી વાયરસ’ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ શકે તેમ છે અને રાજયના પશુધનને ખૂબ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આ અંગે જીવદયા પ્રેમીઓ દ્વારા સૂચનો પ્રાપ્ત થતાં ત્વરીત પણે રાજયના કતલખાનાઓ હંગામી ધોરણે બંધ કરવાના પગલા ભરી અમલીકરણ કરી સમગ્ર રાજ્યમાં પડેલ આપદામાંથી બહાર નીકળવાનો માર્ગ કરવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા રાજયનાં કતલખાના તથા મીટશોપ /પોલ્ટ્રી શોપ /ચીકન શોપ ફીશ શોપ તથા કતલખાનાઓ હંગામી ધોરણે બંધ કરવા વિનંતી કરાઈ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *